ગુરૂવાર સુધી પડેલા વરસાદ પર એક નજર કરીએ તો વડોદરા જિલ્લાના પાદરામાં 35 મિમી, વાઘોડિયામાં 38 મિમી, કરજણમાં 56 મિમી, ડભોઇમાં 41 મિમી, સાવલીમાં 28 મિમી, ડેસરમાં 55 મિમી, શિનોરમાં 57 મિમી અને પાદરા 35 મિમી જેટલો વરસાદ વરસ્યો હતો.
વડોદરા શહેર અને જિલ્લામાં સાર્વત્રિક વરસાદને પગલે ધરતીપુત્રો ખુશખુશાલ થઇ ગયા છે. વરસાદને કારણે શહેરીજનોએ પણ રાહત અનુભવી હતી. વહેલી સવારે મેઘરાજાની એન્ટ્રીને કારણે વડોદરા શહેરના વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ગુરૂવારે મોડી રાતથી અને વહેલી સવારથી વરસી રહેલા વરસાદને પગલે વડોદરા શહેર અને જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો.