- નવરાત્રિને લઇને ગાઈડલાઈનનું પાલન કરવા સરકારની અપીલ
- જાહેર સ્થળોએ ગરબા રમવા પર પ્રતિબંધ
- ડભોઇમાં નવરાત્રિ પર્વની ભક્તો દ્વારા શ્રદ્ધાભેર ઉજવણી
વડોદરાઃ ડભોઇ પંથકમાં હાલ નવરાત્રિ પર્વની ભક્તો દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે આ વર્ષે કોવિડ -19 મહામારીને પગલે સરકાર દ્વારા નવરાત્રિને ધ્યાને લઈ ગાઈડલાઇન બહાર પાડવામાં આવી છે. જેમાં જાહેર સ્થળોએ ગરબા રમવા પર પ્રતિબંધ સાથે સાથે મંદિરો અને જાહેર સ્થળો પર માતાજીની આરાધના માટે ઓછી સંખ્યામાં ભક્તોની હાજરી વચ્ચે જ પર્વની ઉજવણી કરવામાં કરવી ત્યારે, પોલીસ દ્વારા પણ લોકોને સરકારની ગાઈડલાઈનનું પાલન કરવા અપીલ કરવામાં આવી રહી છે. સોમવારે ડભોઈ ટાવર સહિતના અનેક વિસ્તારોમાં પોલીસ દ્વારા સરકારની ગાઈડલાઇનનું પાલન કરવા પબ્લિક એનાઉન્સમેન્ટના માધ્યમથી લોકોને અપીલ કરવામાં આવી હતી.
![ડભોઈ પોલીસ દ્વારા પબ્લિક એનાઉન્સમેન્ટ, કોવિડ ગાઈડલાઈનનું પાલન કરવા અપીલ કરાઈ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-vdr-rural-04-vadodara-dabhoi-police-publicanausment-videostory-gj10042_19102020190738_1910f_1603114658_470.jpg)
- ડભોઇમાં નવરાત્રિ પર્વની ઉજવણી
ડભોઇમાં ભક્તો દ્વારા નવરાત્રિની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી રહી છે. વિવિધ મંદિરોમાં સંધ્યા આરતી અને મંગળા આરતી સહિત પૂજા-અર્ચના કરવામાં આવી રહી છે. ત્યારે ચાલી રહેલી કોરોનાં મહામારી વચ્ચે સંક્રમણ વધુ ફેલાય નહીં તે માટે સરકાર દ્વારા ગાઈડલાઇન બહાર પાડવામાં આવી છે. જેમાં જાહેર સ્થળોએ ગરબાના આયોજન પર પ્રતિબંધ તેમજ મંદિરો તેમજ જાહેર સ્થળોએ માતાજીની આરાધનામાં આરતી સમયે પ્રતિમા સ્પર્શ ન કરવા, પ્રસાદ પેકિંગમાં આપવા સહિતની જરૂરી સૂચનાઓ અપાઈ છે.
- સરકારના દિશા નિર્દેશોનું પાલન
સરકારના દિશા નિર્દેશોનું પાલન કરાવા ડભોઈ પોલીસ દ્વારા પણ આ અંગે તકેદારી રાખવામા આવી રહી છે. સોમવારના રોજ સાંજે ડભોઇ પી.આઈ.જે.એમ.વાઘેલાના માર્ગ દર્શન હેઠળ, પી.એસ.આઈ ડી.કે.પંડ્યા, દ્વારા ડભોઈના વિવિધ વિસ્તારોમાં પબ્લિક એનાઉન્સમેન્ટ દ્વારા સરકારની ગાઈડ લાઇનનું પાલન કરવા અપીલ કરવામાં આવી હતી અને જો કોઈ સરકારની ગાઈડલાઇન નું ઉલ્લંઘન કરશે તેની વિરુદ્ધ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવા જણાવ્યુ હતું.