ETV Bharat / state

ICU ગ્રાઉન્ડ ફ્લોરમાં રાખવું પૂર જેવી કુદરતી આફતો સમયે જોખમી સાબિત થશેઃ ડૉક્ટરો - Vadodara Private Hospital Closed

હાઈકોર્ટ દ્વારા ખાનગી હોસ્પિટલોમાં ઉપરના માળથી ICU ગ્રાઉન્ડ ફ્લોરમાં માત્ર સાત દિવસમાં સ્થળાંતર કરવાનો આદેશ આપતાં વિરોધ(Vadodara Private Hospital Closed )થયો છે. આ નિર્ણયના વિરોધમાં ગુજરાત ઈન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા વડોદરામાં પણ હડતાલ કરવામાં આવી છે. તેમજ દર્દીઓમાં ઇન્ફેક્શન વધવાની અને મૃત્યુદર વધવાની પણ શક્યતાને પગલે તબીબો દ્વારા વિરોધ નોંધાવ્યો છે.

ICU ગ્રાઉન્ડ ફ્લોરમાં રાખવું પૂર જેવી કુદરતી આફતો સમયે જોખમી સાબિત થશેઃ ડૉક્ટરો

author img

By

Published : Jul 22, 2022, 5:41 PM IST

વડોદરા: ખાનગી દવાખાનાઓને તેમની હોસ્પિટલના ICU ગ્રાઉન્ડ ફ્લોર પર રાખવા અંગે દર્દીએ હાઇકોર્ટમાં કરેલી પિટિશન બાદ રાજ્ય સરકાર અને કોર્ટ દ્વારા ICU ગ્રાઉન્ડ ફ્લોર પર રાખવા આદેશ કરવામાં આવ્યો છે. જેના વિરોધમાં રાજ્યના હજરો તબીબો આજે હડતાળ ધ(Vadodara Private Hospital Closed )પર છે. જો કે ઇમર્જન્સીની પરિસ્થિતિમાં દર્દીને સ્ટેબલ કરી તેને સરકારી હોસ્પિટલમાં ખસેડાશે. સરકારના અને હાઇકોર્ટે કરેલ આદેશના વિરોધમાં ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન (Vadodara Indian Medical Association) દ્વારા એક દિવસની હડતાલનું એલાન કરવામાં આવ્યું છે.

ડોક્ટરોનો વિરોધ

દર્દીઓને ઇન્ફેક્શનથી મૃત્યુદર વધશે - ગ્રાઉન્ડ ફ્લોર પર ICU રાખવાને પગલે અનેક સમસ્યાઓ સર્જાવાની શક્યતા છે. તેમજ દર્દીઓમાં ઇન્ફેક્શન વધવાની અને મૃત્યુદર વધવાની પણ શક્યતાને પગલે તબીબો દ્વારા વિરોધ નોંધાવી(Doctors protest in Gujarat) આ હડતાળ પાડવામાં આવી હોવાનું ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન દ્વારા જણાવાયું છે. હાલમાં વડોદરા શહેરની 600 થી વધુ પ્રાઇવેટ હોસ્પિટલો બંધ છે.

આ પણ વાંચોઃ Dead Child Found in Rajkot : જેતપુરના ભીડભંજન વિસ્તારમાં નદીમાંથી બાળક મળ્યું

IMAના પ્રમુખે શું કહ્યું - આ અંગે વડોદરા IMAના પ્રમુખ ડો.મિતેશ શાહના જણાવ્યા મુજબ હોસ્પિટલોમાં આઈસીયુ ગ્રાઉન્ડ ફ્લોર પર રાખવાથી અનેક સમસ્યાઓ સર્જાશે, જે દર્દીઓના આરોગ્ય સામે જોખમ ઊભું કરશે. ખાસ કરીને દર્દીઓના સ્વજનો ICUની બહાર ટોળે વળી બેસી રહેશે. ઇન્ફેક્શનનો રેટ વધશે અને દર્દીઓનાં મોત થશે તેમજ પૂર જેવી કુદરતી આફતો સમયે પણ ગ્રાઉન્ડ ફ્લોરનું ICU જોખમી સાબિત( Doctors protest)થશે. આવા અનેક પ્રશ્નોને કારણે અમે આ વિષય ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ સમક્ષ અને શહેર અધ્યક્ષ ડો.વિજય શાહ સામે પણ મૂક્યો હતો અને તેમણે યોગ્ય કરવાની ખાતરી આપી હતી.

આખરે આંદોલનનો માર્ગ - જોકે કોઈ નિર્ણય ન લેવાતાં આજે રાજ્યની તમામ ખાનગી હોસ્પિટલો હડતાળ પર છે. જો કે ઇમર્જન્સીમાં કોઈ દર્દીનો જીવ જતો હશે તેવાને સ્ટેબલ કરી સરકારી દવાખાનામાં ભરતી કરવામાં આવશે. આ હડતાળમાં શહેરમાં આવેલી 1000 જેટલી ખાનગી હોસ્પિટલો જોડાઈ છે જેથી દર્દીઓને ભારે હાલાકી પડી રહી છે. શહેરની એસ એસ જી હોસ્પિટલમાં પણ સામાન્ય કરતા વધુ ભીડ જોવા મળી રહી છે અને હાલમાં કોઈ ઓપરેશન અને ઇમરજન્સી જેવી સ્થિતિ ગવર્મેન્ટ હોસ્પિટલ ચાલું હોવાથી ઉદભવી નથી. પરંતુ આગામી સમયમાં જો સરકાર યોગ્ય નિર્ણય નહીં કરે તો ઇન્ડિયન મેડીકલ એસોસિએશન આગામી સમયમાં હડતાલનો માર્ગ અપનાવશે.

આ પણ વાંચોઃ રાજ્યમાં મફત વીજળી અપાય તો સરકાર પર કેટલો બોજ પડે, જાણો

SSG ઇન્ચાર્જ RMO શું કહ્યું - મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ SSGના ઇન્ચાર્જ આર એમ ઓ જણાવ્યું હતું કે વડોદરામાં ઈન્ડીયન મેડીકલ એસોસિએશન દ્વારા બંધના એલાનના પગલે હાલ સુધીમાં કોઈ પણ પ્રકારની રૂટીન કેસ સિવાય વધારાના કેસ જોવા નથી મળ્યા પરંતુ આગામી સમયમાં જો વધુ કેસ જોવા મળશે તો પણ હંમેશા એસએસજી હોસ્પિટલ તૈયાર છે. ઇમરજન્સી કે કોઈપણ અન્ય સેવા હશે તોપણ એસ.એસ.જી હોસ્પિટલ દ્વારા પૂરી પાડવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.