વડોદરાઃ વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં તબીબો દ્વારા સમયસર સારવાર નહીં મળતા જાણીતા કાશીવિશ્વનાથ મહાદેવ મંદિરના પુજારીનું આજે વહેલી સવારે અવસાન થયું છે. પરિવારજનોએ તબીબો પર સારવારમાં દાખવેલી નિષ્કાળજીના કારણે પુજારીનું મોત થયું હોવાનો આક્ષેપ મુકી હોબાળો મચાવ્યો હતો.
અશ્વિનભાઇનું મોત નીપજતાં પરિવારજનોએ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડો.તેજશ શાહની નિષ્કાળજીના કારણે મોત નીપજ્યું હોવાનો આક્ષેપ મુકી હોબાળો મચાવ્યો હતો અને જ્યાં સુધી ડો.તેજસ શાહને સસ્પેન્ડ કરવામાં નહીં આવે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો. જોકે, એસીપી મેધા તેવાર સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ હોસ્પિટલમાં દોડી ગયા હતા અને પરિવારને કાર્યવાહીની હૈયાધારણા આપતા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે અને ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરી હતી.