ETV Bharat / state

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓ, વડોદરામાં આ નેતાઓને સોંપાઈ જવાબદારી - વડોદરા ન્યૂઝ

રાજ્યમાં આવતા વર્ષે 2021માં યોજાનારી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણી માટે પ્રદેશ ભાજપ દ્વારા શહેરના 6 નેતાને વિવિધ જવાબદારી સોંપવામાં આવી છે. પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ભાર્ગવ ભટ્ટને પ્રદેશ ઇલેક્શન ઇન્ચાર્જ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.

z
z
author img

By

Published : Dec 14, 2020, 9:41 AM IST

  • પ્રદેશ ભાજપ દ્વારા 2021 માં યોજાનાર ચૂંટણીઓની તૈયારી શરૂ
  • સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીમાં વડોદરાના 6 નેતા ને જવાબદારી સોંપાઈ
  • આજે સાંજે કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ અને મુખ્યપ્રધાનના નેતૃત્વમાં ખાસ બેઠક મળશે

    વડોદરાઃ રાજ્યમાં આવતા વર્ષે 2021માં યોજાનારી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણી માટે પ્રદેશ ભાજપ દ્વારા શહેરના 6 નેતાને વિવિધ જવાબદારી સોંપવામાં આવી છે. પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ભાર્ગવ ભટ્ટને પ્રદેશ ઇલેક્શન ઇન્ચાર્જ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.

    જીલ્લા ઇન્ચાર્જ તરીકે એમ.પી દેવુસિંહ ચૌહાણ અને ધારાસભ્ય પંકજ દેસાઈની નિમણૂક

    ભારતીય જનતા પાર્ટી દ્વારા 2021ની સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીઓની તૈયારીઓ શરૂ કરી દીધી છે. પ્રદેશ ભાજપ દ્વારા વડોદરાના ત્રણ નેતાને ચૂંટણી માટે વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે. પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ભાર્ગવ ભટ્ટને પ્રદેશ ઇલેક્શન ઇન્ચાર્જ તરીકે નિમવામાં આવ્યા છે.
    ETv Bharat
    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓ

નેતાઓને સોંપાઈ જવાબદારી

પ્રદેશ ભાજપના મહામંત્રી શબ્દશરણ બ્રહમભટ્ટને આણંદ જિલ્લાના ઇન્ચાર્જ બનાવાયાં છે. પૂર્વ મંત્રી ભુપેન્દ્ર લાખાવાલાને મહીસાગર અને પ્રદેશ મંત્રી અમિત ઠાકરને દાહોદની જવાબદારી સોંપાઈ છે. શહેરના પૂર્વ મેયર અને બેંક ઓફ બરોડા ડિરેક્ટર ડો.ભરત ડાંગરને પ્રદેશ પ્રવક્તાની જવાબદારી સોંપાઈ છે. શહેર ભાજપના પૂર્વ મહામંત્રી તથા શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન કેયૂર રોકડિયાને મધ્ય ઝોનના પ્રવક્તા તરીકે નિમણૂક કરવામાં આવી છે. બીજી તરફ વડોદરા જીલ્લાના ઇન્ચાર્જ તરીકે સાંસદ દેવુસિંહ ચૌહાણ અને ધારાસભ્ય પંકજ દેસાઈની નિમણુક પ્રદેશ ભાજપ દ્વારા કરવામાં આવી છે.

ETv Bharat
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓ

વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટને કોઈપણ જવાબદારી નહીં

ઉલ્લેખનીય છે કે ગાંધીનગર કમલમ ખાતે સોમવારે સાંજે પ્રદેશ સી.આર.પાટીલ અને મુખ્યપ્રધાન વિજય રૂપાણીના નેતૃત્ત્વમાં ચૂંટણી લક્ષી વિશેષ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યમાં 2021માં યોજાનારી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી માટે વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટને કોઇ પણ જવાબદારી સોંપવામાં આવી નથી. પ્રદેશ ભાજપની સત્તાવાર યાદીમાં વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટના નામનો ઉલ્લેખ ન હોવાથી અનેક તર્ક-વિતર્કો ચર્ચાયા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.