ત્યારે ચોમાસા પહેલા તંત્ર દ્વારા વડોદરા શહેરમાં પ્રિમોન્સૂનની કામગીરી હાથ ધરવામાં આવી છે. શહેરના અલગ-અલગ 3 ઝોનમાં હાલ પ્રિમોન્સૂનની કામગીરી ચાલી રહી છે. જોકે શહેરમાં પ્રિમોન્સૂનની કામગીરીને પગલે ખોદકામ કરવાથી શહેરીજનો પરેશાન થયા છે.
તંત્ર દ્વારા પ્રિમોન્સૂનની કામગીરી ચોમાસા પહેલા જ્યારે ગણતરીના દિવસો બાકી હોય ત્યારે જ કરવામાં આવે છે અને ચોમાસા પહેલા શહેરમાં આ કામગીરીને પગલે ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજય જોવા મળે છે. તંત્રની ધીમી કામગીરીને પગલે શહેરીજનો પરેશાની ભોગવી રહ્યા છે. હવે જ્યારે ચોમાસાને ગણતરીના દીવસો બાકી રહ્યા છે ત્યારે શહેરીજનો ઇચ્છા છે કે ચોમાસા પહેલા આ કામગીરી પૂર્ણ કરવામાં આવે. જોકે અત્યારે આ કામગીરીને પગલે તંત્ર એક્શનમાં આવ્યું છે.