ETV Bharat / state

પ્રેગ્નેટ મહિલાને નકાબ પહેરવા દબાણ, અભયમે કર્યું સફળ કાઉન્સિલિંગ - મહિલા હેલ્પ લાઈન 181

વડોદરામાં નકાબ પહેરવાની બાબતને લઈને મહિલાની હેરાનગતિ(Harassment of women over wearing the niqab)નો કિસ્સો સામે આવ્યો છે. પ્રેગ્નેટ મહિલાને સાસરાવાળાએ નકાબ પહેરવાનું જણાવ્યું હતું. પરંતુ મહિલાએ નકાબ પહેરવાથી ગભરામણ હોવાથી ના પાડી દીધી હતી. જો કે પતિ અને સાસરાવાળાએ જબરદસ્તી કરતાં મહિલાએ અભયમની મદદ માંગી(The woman sought Abhayam's help) હતી. અભયની ટીમે મહિલાના ઘરે પહોંચી અસરકારક કાઉન્સિલિંગ દ્વારા પરિવારિક ઝગડાનું સમાધાન(Family conflict resolution through counselling) કર્યું હતું.

પ્રેગ્નેટ મહિલાને નકાબ પહેરવા દબાણ
પ્રેગ્નેટ મહિલાને નકાબ પહેરવા દબાણ
author img

By

Published : Nov 28, 2022, 6:32 PM IST

વડોદરા: નકાબ પહેરવાની બાબતને લઈને મહિલાની હેરાનગતિ(Harassment of women over wearing the niqab)નો કિસ્સો સામે આવ્યો છે. પ્રેગ્નેટ મહિલાને સાસરાવાળાએ નકાબ પહેરવાનું જણાવ્યું હતું. પરંતુ મહિલાએ નકાબ પહેરવાથી ગભરામણ હોવાથી ના પાડી દીધી હતી. જો કે પતિ અને સાસરાવાળાએ જબરદસ્તી કરતાં મહિલાએ અભયમની મદદ માંગી(The woman sought Abhayam's help) હતી. અભયની ટીમે મહિલાના ઘરે પહોંચી અસરકારક કાઉન્સિલિંગ દ્વારા પરિવારિક ઝગડાનું સમાધાન(Family conflict resolution through counselling) કર્યું હતું.

નકાબ પહેરવા દબાણ: સામે આવેલી માહિતી મુજબ પરિવાર સાથે પ્રેગ્નેટ મહિલાને સબંધીના ઘરે દાવત માટે જવાનું હતું. તેથી પતિ અને સસરાએ મહિલાને નકાબ પહેરવાનું જણાવ્યું હતું. પરંતુ તે પ્રેગ્નેટ હોવાથી નકાબ પહેરવાથી ગભરામણ થાય છે તેથી પહેરવાની ના પાડી દીધી હતી. પરંતુ પતિ અને સાસરાવાળાએ જબરજસ્તી કરી નકાબ પહેરવાનો આગ્રહ રાખતાં બોલાચાલી થઈ હતી. તેમના પતિ ઝગડો કરવા લાગ્યા તેમજ અપશબ્દો બોલીને મહિલાનું અપમાન કર્યું હતું. દરમ્યાન તેમના સાસુ-સસરા આવતા ઝગડો વધ્યો અને તેમના સસરાએ ગુસ્સામાં મહિલાના પગમાં સાવરણીથી માર માર્યો હતો.

પરિવારને સમજાઈ ભૂલ: મહિલાએ સાસરાવાળાથી પરેશાન થઈને મદદ માટે મહિલા હેલ્પ લાઈન 181 નંબર પર કોલ કર્યો હતો. અભયની ટીમે મહિલાના ઘરે પહોંચી અસરકારક કાઉન્સિલિંગ કર્યું હતું. તેમણે પરિવારને સમજાવ્યું કે સામાજીક રિવાજની સાથે સાથે આરોગ્યની બાબત હોય તો એકબીજાએ સમજ કેળવવી જોઈએ. આ સમયમાં તેમને ગભરામણ થતી હોવાથી કાળજી લેવી જોઈએ. પરિવારના વડીલ તરીકે સસરાએ કોઈને તકલીફ પડતી હોય તો સાથે બેસી નિરાકરણ લાવવાના બદલે પુત્રવધુને હેરાન કરવી તે યોગ્ય નથી. અભયમની પરિવાર સાથે વાતચીતને લઈ પરિવારને પોતાની ભુલ સમજાઈ હતી અને હવે પછી કોઈ હેરાનગતિ નહી કરીએ તેની ખાતરી આપી હતી. આમ પરિવારિક ઝગડામાં સમાધાન કરાવવામાં અભયમ સફળ રહી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.