ETV Bharat / state

Republic Day 2022 : વડોદરામાં પ્રધાન પ્રદીપ પરમારેે રાષ્ટ્રધ્વજને લહેરાવ્યો, મહિલા પોલીસ અધિકારીએ પરેડનું કર્યું નેતૃત્વ - પ્રજાસત્તાક દિવસ 2022

વડોદરામાં તિરંગાની આન, બાન અને શાન સાથે 73માં પ્રજાસત્તાક દિનની ઉજવણી(Republic Day 2022) કરવામાં આવી હતી. વડોદરાના પ્રભારી પ્રધાન પ્રદીપ પરમારે રાષ્ટ્રધ્વજને લહેરાવી(Pradeep Parmar Hoisted the Flag in Vadodara) સલામી આપી અને પોલીસ પરેડનું નિરીક્ષણ કર્યું હતું.

Republic Day 2022 : વડોદરામાં પ્રધાન પ્રદીપ પરમારેે રાષ્ટ્રધ્વજને લહેરાવ્યો, મહિલા પોલીસ અધિકારીએ પરેડનું કર્યું નેતૃત્વ

author img

By

Published : Jan 26, 2022, 1:36 PM IST

વડોદરા : વડોદરાના પશ્ચિમ રેલવે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે 73માં પ્રજાસત્તાક દિનની દેશભક્તિના માહોલ વચ્ચે ઉજવણી (Republic Day 2022) કરવામાં આવી હતી. વડોદરાના પ્રભારી અને પ્રધાન પ્રદીપ પરમારે રાષ્ટ્રધ્વજને લહેરાવ્યો હતો. તેમજ પોલીસ બેંડની રાષ્ટ્રગીતની સૂરાવલી વચ્ચે સલામી આપી હતી. આ ઉપરાંત પ્રજાસત્તાક ઉજવણી સીમિત હાજરી અને કોવીડ પ્રોટોકોલ સાથે કરવામાં આવી હતી.

રાજ્ય પ્રધાન પ્રદીપ પરમારે પ્રજાજોગ સંદેશો આપ્યો

વડોદરામાં પ્રધાન પ્રદીપ પરમારેે રાષ્ટ્રધ્વજને લહેરાવ્યો

વડોદરામાં પ્રજાસત્તાક દિનની દેશભક્તિની ઉજવણીમાં પ્રભારી પ્રધાન પ્રદીપ પરમારે (Pradeep Parmar Hoisted the Flag in Vadodara) નાગરિકોને શુભકામનાઓ આપી હતી. આ પ્રસંગે રાજ્યના ડૉક્ટર્સ, પેરામેડીકલ સ્ટાફ, પોલીસ, કર્મચારીઓ, સફાઇ કર્મચારીઓ તેમજ કોરોના કાળમાં લોકોની સેવામાં પોતાનું યોગદાન આપનાર તમામ કોરોના યોધ્ધાઓને તેમણે અભિનંદન પાઠવ્યા હતા. આ કાર્યક્રમમાં સાંસદ રંજન ભટ્ટ, મેયર કેયુર રોકડિયા, ધારાસભ્ય જીતુ સુખડીયા અને સીમા મોહિલે, સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા.

આ પણ વાંચોઃ Republic Day 2022: સલમાન ખાને પાઠવી ફેન્સને 73માં ગણતંત્ર દિવસની શુભેરછા

પરેડનું મહિલા પોલીસ અધિકારીએ કર્યું નેતૃત્વ

પરેડમાં જિલ્લા પોલીસ, શહેર પોલીસ, ટ્રાફિક, હોમગાર્ડ, એનસીસી, શ્વાનદળ, અશ્વદળની ટૂકડીઓ જોડાઇ હતી. પરેડનું નેતૃત્વ સહાયક પોલીસ કમિશનર રાધિકા ભરાઈએ કર્યું હતું. વડોદરામાં યોજાતા રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં (Celebration 73rd Republic Day in Vadodara) પરેડ પ્રથમ વખત કોઈ મહિલાએ નેતૃત્વ કર્યું હોય તેવો આ અવસર હતો. પરેડમાં કુલ 12 કુમકોએ ભાગ લીધો હતો. વિવિધ આઠ કચેરીમાં શ્રેષ્ઠ કામગીરી કરનારા 19 કમૅયોગીઓનું પ્રધાન પ્રદીપ પરમારના હસ્તે પ્રશંસાપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે પ્રજાસત્તાક દિનની શુભકામનાઓની આપલે કર્યા બાદ મહાનુભાવોએ વૃક્ષારોપણ પણ કર્યું હતું.

આ પણ વાંચોઃ Republic Day 2022: વડાપ્રધાન મોદી, રાહુલ ગાંધી સહિતના દિગ્ગજ નેતાઓએ પાઠવી ગણતંત્ર દિવસની શુભેચ્છા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.