ETV Bharat / state

વડોદરામાં વીજ ખાનગીકરણના વિરોધમાં કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી દેખાવો કર્યા - ઓલ ઇન્ડિયા એન્જિનિયર ફેડરેશન

સરકારી વીજકંપનીઓના સૂચિત ખાનગીકરણના વિરોધમાં અપાયેલા દેશવ્યાપી આંદોલનના ભાગરૂપે વડોદરામાં પણ વીજ કંપનીના કર્મચારીઓએ દેખાવો કર્યા હતા અને કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવી હતી.

Vadodara
વડોદરા
author img

By

Published : Nov 28, 2020, 2:05 PM IST

  • વડોદરામાં વીજ કંપનીના કર્મચારીઓએ કર્યા દેખાવો
  • ખાનગીકરણના વિરોધમાં વીજકર્મીએ કાળી પટ્ટી પહેરી
  • રેષકોર્સ વીજ કંપનીની મુખ્ય કચેરી બહાર કર્યો વિરોધ

વડોદરા : સરકારી વીજકંપનીઓના સૂચિત ખાનગીકરણના વિરોધમાં અપાયેલા દેશવ્યાપી આંદોલનના ભાગરૂપે વડોદરામાં પણ વીજ કંપનીના કર્મચારીઓએ દેખાવો કર્યા હતા અને કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવી હતી.

કચેરી બહાર કોવિડ-19ના પાલન સાથે કર્યા ઉગ્ર સૂત્રોચ્ચાર

યુપીએના માન્ય યુનિયનો અને એસોસિએશન દ્વારા ગુજરાત ઊર્જા સંયુક્ત સંકલન સમિતિનું ગઠન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાત વિદ્યુત ટેકનિકલ કર્મચારી મંડળની ટેકનીકલ કર્મચારીઓના પ્રશ્નો અને પગાર ભથ્થાની બાબતમાં અવગણના થઈ હોવાથી એમને ટેકો પાછો લેવાની ફરજ પડી હતી.

દેશવ્યાપી અપાયેલા આંદોલનને સફળ બનાવવા વડોદરાના કર્મીઓ જોડાયા

અલબત્ત ગુજરાત વિદ્યુત ટેકનિકલ કર્મચારી મંડળ વિજ ક્ષેત્રના ખાનગીકરણનો વિરોધ કરતું હોવાથી ઓલ ઇન્ડિયા એન્જિનિયર ફેડરેશન નેશનલ કોઓર્ડીનેશન ઓફ ઇલેક્ટ્રિસિટી એમ્પ્લોઈઝ એન્ડ એન્જિનિયર્સ દ્વારા જાહેર કરાયેલા કાળી પટ્ટીના કાર્યક્રમને સફળ બનાવવા માટે જોડાયું હતું. જે અંતર્ગત MGVCL સહિતના કોર્પોરેટ વિભાગના કર્મચારીઓ દ્વારા રિસેષના સમયમાં કોવિડ-19ની ગાઈડલાઈનનું પાલન કરી દેખાવો કરવામાં આવ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.