ETV Bharat / state

Vadodara News: 'પોલીસ પ્રજાનો સાચો મિત્ર' - સાર્થક કરતું શિનોર પોલીસ તંત્ર, પિતા-પુત્રીનો ભેટો કરાવ્યો - પોલીસ પ્રજાનો સાચો મિત્ર

વડોદરામાં શિનોર પોલીસ તંત્રએ વાસ્તવમાં પોલીસ પ્રજાનો સાચો મિત્ર હોવાનું સાબિત કર્યુ હતું. મોટા ફોફળીયા ગામે નિરાધાર ફરતી યુવતીનો પોલીસે પરિવાર સાથે મેળાપ કરાવ્યો હતો.

Vadodara News
Vadodara News
author img

By

Published : Aug 13, 2023, 1:44 PM IST

વડોદરા: શિનોર તાલુકાનાં મોટા ફોફળિયા ગામે બસ સ્ટેન્ડ ઉપર રાત્રીના સમયે એક અજાણી સ્ત્રી નિરાધાર અને નિ:સહાય ફરતી હોવાની હકીકતની જાણ મોટા ફોફળિયા ગામનાં એક જાગૃત નાગરિકે શિનોર પોલીસને કરી હતી. જેથી શિનોર પોલીસ તંત્રએ મહિલા પોલીસને સાથે રાખી તપાસ હાથ ધરી હતી. મહિલાએ તેનું નામ ઠામ અને કુટુંબની માહિતી પોલીસને આપતાં મહિલા પોલીસ સાથે સુરક્ષિત તેના પરિવારને સોંપી હતી. પોલીસની આ સરાહનીય કામગીરીથી તેના પરિવારજનોએ પોલીસતંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.

જાગૃત નાગરિકે કરી જાણ: મોટા ફોફળિયા ગામ પાસે આવેલ નાયરા પેટ્રોલ પંપ પાસે તારીખ 10મી ઓગસ્ટેના રોજ લૂંટ થઈ હતી. તે બાબતે શિનોર પોલીસની જુદી જુદી ટુકડી તપાસ કરી રહી હતી. ત્યારે શિનોર પીએસઆઈ અલ્પેશ મહીડાને એક જાગૃત નાગરિકે એક અજાણી મહિલા નિ:સહાય અને નિરાધાર રીતે મોટા ફોફળિયા બસ સ્ટેન્ડ પાસે રાત્રિના સમયે ફરી રહી હોવાની જાણ કરી હતી. પીએસઆઈએ તાત્કાલિક મહિલા પો.કો. રીનાબેનને સાથે રાખી તુરત જ તે મહિલાને શિનોર પોલીસ મથકે લઇ આવ્યા હતા. પોલીસે ત્યારબાદ તેણીને વિશ્વાસમાં લઈ વધુ પૂછપરછ કરતા તેને પોતાનું નામ નિકિતાબેન બુધાભાઈ હળપતિ (20)નવસારીના હોવાનું જણાવ્યું હતું અને તેની સાથે કોઈ ગુનાહિત કૃત્ય નથી થયું હોવાની માહતી આપી હતી. તેમજ વધુમાં જણાવેલ કે મારો પુરુષ મિત્ર અહી છોડીને જતો રહ્યો હતો.

પિતા-પુત્રીનું મિલન: પીએસઆઇ દ્વારા તેના વાલીનો સંપર્ક કર્યો હતો અને તમારી દીકરી અહી સલામત છે, તમે લઈ જાવ. તો તેના પિતાએ તેમની પરિસ્થતિની વ્યથા બતાવી હતી અને શિનોર આવવા માટે નાણાં પણ નહિ હોવાનું જણાવ્યું હતું. શિનોર પીએસઆઈ આ વાત સાંભળી આશ્વાસન આપ્યું હતું. તેમજ શિનોર પોલીસ દ્વારા તેમની નિકિતા દીકરીને મહિલા પોલીસ સાથે લઈ જઈ તેના પિતાને સોંપી હતી. આમ શિનોર પોલીસે પિતા-પુત્રીનું મિલન કરાવતા તેના પિતાએ શિનોર પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. શિનોર પોલીસનું આ કાર્ય પોલીસ મથકોના બોર્ડ ઉપર લખેલ " પોલીસ પ્રજાનો મિત્ર છે " તેને સાચી રીતે સાર્થક કરેલ છે.

છેલ્લા કેટલાક મહિનાથી આ મહિલા અહીં ભટકી રહી હતી. આ અંગે પોલીસને જાણ કરવામાં આવતા તેના પરિવારના લોકોનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને મહિલાને તેના પરિવારને સોંપવામાં આવી હતી. - પી.એસ.આઇ મહીડા, શિનોર

  1. ગુમ થયાનાં 4 વર્ષ બાદ અમદાવાદની મહિલા ઓડિશાથી મળી આવી, પરિવાર સાથે મેળાપ થતા સર્જાયા લાગણીસભર દ્રશ્યો
  2. નડિયાદમાં ગુમ થયેલી બાળાનો ખેડા LCBએ પરિવાર સાથે કરાવ્યો મેળાપ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.