વડોદરાઃ દેશમાં કોરોના વાઈરસના ફેલાતા સ્થળો પણ તકેદારી રાખવાની શરૂઆત કરી દેવામાં આવી છે. જ્યાં લોકોની વધુ અવર-જવર રહે છે, તેવી સરકારી-અર્ધસરકારી કચેરીઓમાં રજાઓ આપી દેવામાં આવી છે. આ સાથે દરેક સરકારી-અર્ધ સરકારી ઓફિસોમાં ટેમ્પરેચર ગન દ્વારા સ્ક્રિનિંગ કરવાની તેમજ સેનેટાઇઝરની સુવિધાઓ ઉભી કરી દેવામાં આવી છે. આ સાથે કેટલીક સંસ્થાઓમાં માસ્કનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે.
પોલીસ જવાનો તેમજ પોલીસ ભવનમાં આવતા અરજદારોનું ગન ટેમ્પરેચર દ્વારા સ્ક્રિનિંગ શરૂ કરવામાં આવ્યું હતું. આ સાથે પોલીસ ભવનમાં સેનેટાઇઝરની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. પોલીસ જવાનો કે અરજદારોમાં 99 ટકાથી વધુ ટેમ્પરેચર જણાઇ આવે તો તેઓને ચેકઅપ માટે મોકલી આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું.