ETV Bharat / state

રાક્ષસને શરમાવે તેવું, ગૌશાળાની રખવાળી કરનારે જ વાછરડીની કરી હત્યા, દ્રશ્યો CCTVમાં કેદ - cowshed calf Killing in Malsar

વડોદરાના માલસરમાં ગૌશાળામાં રખેવાળી કરતા પરપ્રાંતિયએ વાછરડીની (calf Killing in Malsar) હત્યા કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. જેનો સમગ્ર બનાવ CCTV કેમેરામાં કેદ થયો છે. આ પરપ્રાંતિય કેટલોકો મુદ્દામાલની ચોરી કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાતા તપાસ તેજ કરવામાં આવી છે. (Vadodara calf Killing)

રાક્ષસને શરમાવે તેવું, ગૌશાળાની રખવાની કરનારે વાછરડીની હત્યા કરી, CCTV કેમેરામાં દ્રશ્યો કેદ

author img

By

Published : Dec 27, 2022, 9:50 PM IST

ગૌશાળાની રખવાની કરનારે વાછરડીની હત્યા કરી, CCTV કેમેરામાં દ્રશ્યો કેદ

વડોદરા : શિનોરના માલસર ખાતે ગૌશાળા પર ગાયોની સાર સંભાળ કરનાર પરપ્રાંતીય શખ્સે લોખંડની રિંગ ધરાવતા વજનદાર લાકડાના ફટકા મારી વાછરડીને મોતને ઘાટ ઉતારી છે. ગૌશાળાના માલિકે ગાયોની (calf Killing in Malsar) સાર સંભાળ માટે રાખનાર અને વાછરડીની હત્યા કરનાર 2 પરપ્રાંતીય વ્યક્તિઓ 15,000નો મોબાઈલ ફોન, 15,000નું ઇલેક્ટ્રિક લાકડા કાપવાનું કટીંગ મશીન તેમજ 20,000નું પોર્ટેબલ ડ્રીલ મશીન અને તેને લગતા સાધન સામગ્રી સહિતના મુદ્દામાલની ચોરી કરી નાસી ગયા હોવાની ફરિયાદ શિનોર પોલીસને કરી છે. (Cow slaughter in Vadodara)

ફાર્મ હાઉસની ઘટના શિનોરના માલસર ગામે તપોવન જવાના માર્ગ પર દર્શન પટેલ મૂળ માલસર, હાલ રહેવાસી વડોદરા કમલામણી નામના ફાર્મ પર ગૌશાળાનું સંચાલન કરે છે. આ ફાર્મ પર ગાયોની સાર સંભાળ તેમજ ગાયોના પાલનપોષણના કામ અર્થે બે પરપ્રાંતીય શખ્સો અનિલ રહે અને મોહન જેવા બિહાર છે તેમણે રાખ્યા હતા. (Vadodara calf Killing)

ગાયોની સાર સંભાળ કરી વેતન લેતા પરપ્રાંતિય ગૌશાળાના માલિક દર્શનભાઈએ આ પરપ્રાંતિય અનિલને તેના મહેતાણાના નાણાં 5,000 ફોન પે મારફતે તેના ભાઈ રવિ પાસવાનના એકાઉન્ટમાં 10 ડિસેમ્બરના રોજ જમા કરાવ્યા હતા. મોહનના મહેનતાણાના નાણાં 5,000 ગૂગલ પે મારફતે તેના માતા રામ રતિદેવીના એકાઉન્ટમાં 14 ડિસેમ્બરે જમા કરાવ્યા હતા. પરતું આટલું વેતન મેળવતા સંતોષ ન થયો. (Vadodara Crime News)

આ પણ વાંચો વન્યજીવોની હત્યા અને વેચાણનું રેકેટ ઝડપાયું, 27 લોકોની ધરપકડ

ઈરાદાપૂર્વક વાછરડાને મારી નાખ્યું હોવાનો ઘટસ્ફોટ 21 ડિસેમ્બરના રોજ સવારે માલસરના ધર્મેન્દ્ર પટેલ દર્શનભાઈના ફાર્મ પર ગયેલા ત્યારે એક વાછરડી મરણ થયેલી હાલમાં જોતાં તેમણે દર્શનભાઈને તેની જાણ કરી હતી. કોઈ ઝેરી જાનવર કે કોઈ ઝેરી વસ્તુ ખાવાને કારણે વાછરડીનું મૃત્યુ થયું હશે તેવું પ્રાથમિક અનુમાન તેમણે લગાવ્યું હતું. બાદમાં ગૌશાળાના માલિક દર્શનભાઈ 23 ડિસેમ્બરે વડોદરાથી ગૌશાળાના ફાર્મ પર આવેલા અને તેમણે અનિલને તેમજ મોહનને વાછરડીના મૃત્યુ અંગેની પૂછપરછ કરતાં તેઓએ ગલ્લાંતલ્લાં કરી ઝેરી જાનવર કરડવાથી કે ઝેરી વસ્તુ ખાવાથી મૃત્યુ થયાનું જણાવ્યું હતું. વધુ પૂછપરછ કરતાં તે બંને ગભરાઈ ગયા હતા. (Malsar Farmhouse calf Killing)

આ પણ વાંચો અમદાવાદ: ઝઘડાનું સમાધાન કરવા ગયેલા યુવકની બે ભાઈઓએ કરી હત્યા

પોલ ખોલી જવાના ડરથી ફરાર રાત્રે અનિલ અને મોહન બંનેએ ભેગા મળી માલિકે આપેલા રૂપિયા 15 હજારની કિંમતનો મોબાઈલ, 15,000નું લાકડા કાપવાનું ઇલેક્ટ્રિક મશીન અને 20,000નું પોર્ટેબલ ડ્રિલ મશીન અને તેને લગતી ચીજવસ્તુઓ ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ફાર્મ માલિકે CCTV કેમેરા ચેક કરતાં લોખંડની રિંગવાળી લાકડાના વજનદાર હાથા વડે ફટકા મારી અનિલે ગાયની વાછરડીને મારી નાખી હોવાનું જણાયું હતું. વાછરડી મારી નાખવાનું તેમજ ઉપરોક્ત મુદ્દામાલ ચોરી કરી નાસી જવાનું કાવતરું રચી પરપ્રાંતિયો નાસી ગયા અંગે ફાર્મ માલિક શિનોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ અરજી આપી છે. જેની શિનોર પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. (killed calf migrant in Vadodara)

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.