વડોદરા બાપોદ વિસ્તારમાં 11 હજાર રૂપિયાની ઉઘરાણી માટે બૂટલેગરોએ (Bapod bootleggers Attack case) હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઘરના વડીલ ઇજાગ્રસ્ત થતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ મામલે પોલીસે ત્રણ આરોપી સામે ગુનો નોંધીને આરોપી ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. (bootleggers Attack case in Vadodara)
શું હતો સમગ્ર મામલો ફરિયાદમાં જણાવ્યું છે કે, બુધવારે રાત્રે તેમના પત્ની તેમજ (Vadodara Crime News) દીકરી ઘરે સૂતાં હતાં, ત્યારે પુત્રનો મિત્ર તેની સાથે બીજો એક માણસ પણ હોઈ તેઓ બૂમો પાડીને બોલતા હતા કે દરવાજો ખોલો. દરવાજો ખોલતા જ એક શખ્સે મગનભાઈને જોરથી મોઢા પર મુક્કો માર્યો હતો. તેમજ હથિયારથી હુમલો કરતા મગન સોલંકીના માથામાંથી લોહી નીકળવા લાગ્યું હતું. માથાભારે શખ્સોએ પરિવારને અપશબ્દો બોલ્યા હતા. તેમજ મગનભાઈનાં પત્નીને પણ લાતો અને લાફા માર્યા હતા. (Extortion rupees in Vadodara)
શખ્સોની પોલીસે કરી ધરપકડ વધુમાં ફરીયાદમાં જણાવ્યું હતું કે, આજુબાજુના લોકો આવી જતાં આરોપીઓ જાનથી મારી નાખવાની ધમકી આપી ભાગી ગયા હતા. પુત્ર મગનભાઈને સારવાર માટે હોસ્પિટલમાં લઇ ગયો હતો. મગનભાઈની (Vadodara Police) ફરિયાદના આધારે મહર્ષિ બ્રહ્મભટ્ટ, સુરજ કહાર સહિતના શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. મળતી માહિતી મુજબ વડોદરાના માથાભારે સુરજ કહાર સામે અનેક ગુનાઓ નોંધાયેલા છે. હત્યા, મારામારી અને પ્રોહિબિશનના ગુનાઓમાં તે ઘણી વખત પકડાયેલો છે. ત્યારે હાલ પોલીસે સૂરજ સામે ગુનો દાખલ કર્યો હતો અને ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. (Vadodara Crime News)