ETV Bharat / state

ઘરમાં ઘૂસી ધમકી આપી શારીરિક શોષણ બાબતે ASIની ધરપકડ

વડોદરામાં મહિલા સાથે શારીરિક શોષણ બાદ પતિ સાથે (ASI rape case in Vadodara) ઝઘડો થતા પીડિતાએ ઝેરી દવા પી લીધી હતી. જે અંગે કમિશનર કચેરીમાં અરજી કરતા જમાદાર નાસિર સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જેને લઈને આરોપીને પાણીગેટ પોલીસ મથકમાં અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. (rape case in Vadodara)

ઘરમાં ઘૂસી ધમકી આપી શારીરિક શોષણ બાબતે ASIની ધરપકડ
ઘરમાં ઘૂસી ધમકી આપી શારીરિક શોષણ બાબતે ASIની ધરપકડ
author img

By

Published : Oct 22, 2022, 4:52 PM IST

વડોદરા પોલીસ જમાદાર દ્વારા મહિલાના પતિને દારૂના ખોટા કેસમાં ફસાવી (ASI rape case in Vadodara) પાસા કરવાની ધમકી આપી ત્રણ વખત શારીરિક શોષણને લઈને દાવો સામે આવ્યો છે. જેના કારણે પતિ સાથે ઝઘડો થતા પીડિતાએ ઝેરી દવા પી લીધી હતી. જે અંગે પીડિતાએ પોલીસ કમિશનર કચેરીમાં અરજી કરી ગુનો દાખલની બાબત પણ સામે આવે હતી. જેને લઈને PI, ACP, તેમજ DCP દ્વારા કરવામાં આવેલી તપાસના અંતે જમાદાર નાસિર સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.(rape case in Vadodara)

ફરીયાદમાં શું જણાવ્યું હતું મહિલાએ પોતાની ફરિયાદ અરજીમાં જણાવ્યું હતું કે, નાસિર હાલમાં SOGમાં નોકરી કરે છે. મારા પતિને દારૂ પીવાની કુટેવ હોવાથી તેઓ ઘરમાં દારૂની માત્ર એક બોટલ ક્યારેક લાવીને મૂકી રાખતા હતા. મારા ઘરે એક વખત દરોડા કરવાના બહાને આવ્યા પછી તેની હિંમત વધી ગઇ હતી. તેઓની નાઇટ ડયૂટિ હોય ત્યારે મારા ઘરથી થોડે દૂર બાઇક પાર્ક કરીને ઘરે આવતો હતો. ત્યારબાદ તેઓ મારા પતિને કહેતા કે, મને ભૂખ લાગી છે. મારી માટે યાકુતપુરાથી જમવાનું લઇ આવ. મારા પતિ જમવાનું લેવા જાય ત્યારે નાસિર મને લાતો મારી શારીરિક અડપલા કરતા હું જાગી ગઇ હતી. (Police Rape Case in Vadodara)

પોલીસ જમાદારે શારીરિક શોષણ કર્યાની ફરીયાદ વધુમાં જણાવ્યું હતું કે, ત્યારે મને કહ્યું કે, જા મારી માટે પાણી લઇ આવ. હું રસોડામાં પાણી લેવા ગઇ ત્યારે તે મારી પાછળ રસોડા સુધી આવ્યો હતો. મને પાછળથી પકડી લઇ બળજબરીથી મારી સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. મને એવી ધમકી આપતો હતો કે, કોઇને વાત કરીશ તો તારા ઘરવાળાને દારૂના ખોટા કેસમાં ફસાવી પાસામાં મોકલી દઇશ. પોલીસ જમાદારે ત્રણ વખત મારુ શારીરિક શોષણ કર્યુ છે. હું વિરોધ કરું તો એવી ધમકી આપે કે, તારા પતિને જેલમાં જવું પડશે. જેની જાણ મારા પતિને થતા અમારા વચ્ચે ભારે ઝઘડો થતા મેં આવેશમાં આવીને ઝેરી દવા પી લીધી હતી. (Vadodara Panigate Police Case)

પોલીસ જમાદાર સામે ગુનો અરજી પછી પાણીગેટ PI દ્વારા પીડિતાએ ઝેરી દવા પી લીધાની ઘટના અંગે ફરીથી નિવેદન લેવામાં આવ્યું હતું. ત્યારબાદ ACP અને DCP દ્વારા પણ નિવેદન લેવામાં આવ્યા હતા. આ તમામ નિવેદનોમાં પીડિતાએ પોલીસ જમાદાર નાસિરના કરતૂતોની જાણ કરી હતી. તપાસનો અહેવાલ પોલીસ કમિશનરને મોકલવામાં આવતા છેવટે પોલીસ જમાદાર સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. (Vadodara Crime Case)

4 દિવસના રિમાન્ડની મંજૂરી આ અંગે વાળી PI એમ.બી. રાઠોડે ETV સાથે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, ગઈકાલે આરોપીને પાણીગેટ પોલીસ મથકમાં અટકાયત કરવામાં આવી હતી અને આ કેસની સંપૂર્ણ તાપસ વાળી પોલીસ મથકમાં થઈ રહી છે. તે અંગે કોર્ટમાં 4 દિવસના રિમાન્ડની મંજૂરી મંગવામાં આવી હતી. પરંતુ કોર્ટ તરફથી તાપસ અર્થે 1 દિવસની રિમાન્ડ કસ્ટડી આપવામાં આવી છે. આ અંગે રિમાન્ડ બાદ વધુ માહિતી આધારે તાપસ કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.