વડોદરા: શહેરના પોલીસ જવાનો પુર હોય કે અન્ય કોઈ આફત હોય હંમેશા ખડેપગે પ્રજાની સેવા અને સુરક્ષામાં તત્પર હોય છે. જેનું એક ઉદાહરણ ગત રોજ જેલ રોડ પર જોવા મળ્યું હતું, અકસ્માત થતાં યુવતીને એમ્બ્યુલન્સની રાહ જોયા વિના PCR વાનમાં બેસાડી ( Police in Vadodara )અને સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે પહોંચાડવામાં (Injured girl to hospital)આવી હતી. આ ઘટના રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીના (Home Minister Harsh Sanghvi)ધ્યાનમાં આવતા ટ્વીટ મારફતે સરાહનીય કામગીરી કરનાર ASI સુરેશભાઈ હિંગલાજીયાની કામગીરીને બિરદાવી હતી.
માનવસેવા અગાઉ પણ પોલીસ વિભાગે બિરદાવી - પોતાની ફરજ દરમિયાન સાથે કફન લઈને ફરતા પોલીસ જવાનની કહાની તો શહેરીજનો જાણે છે ASI સુરેશભાઈ હિંગલાજીયા અગાઉ મકરપુરા પોલીસ મથકમાં ફરજ બજાવતા હતા જ્યાં તેઓ હાઇવે પેટ્રોલીંગમાં ફરજ બજાવતા સમય જ્યારે કોઈ રાહદારીનું ફેટલ સર્જાય અને મૃત્યુ પામે ત્યારે રસ્તા પર ખુલ્લા પડેલા મૃતદેહને ઢાંકવા માટે કોઈ કાપડ પણ સાથે હોતું ન હતું. જેથી ASI સુરેશભાઈ ત્યારથી જ પોતાની ફરજ દરમિયાન એક કફન સાથે લઈને ફરે છે જેઓની આ માનવસેવા અગાઉ પણ પોલીસ વિભાગે બિરદાવી છે.
-
Even 100 salutes are less for the job done by police force.
— Harsh Sanghavi (@sanghaviharsh) June 16, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
Jai hind🇮🇳 pic.twitter.com/iH4gmKEUIa
">Even 100 salutes are less for the job done by police force.
— Harsh Sanghavi (@sanghaviharsh) June 16, 2022
Jai hind🇮🇳 pic.twitter.com/iH4gmKEUIaEven 100 salutes are less for the job done by police force.
— Harsh Sanghavi (@sanghaviharsh) June 16, 2022
Jai hind🇮🇳 pic.twitter.com/iH4gmKEUIa
આ પણ વાંચોઃ રોમિયો-ટપોરીઓની હવે ખેર નહીં : મહિલા પોલીસ શી ટીમની કામગીરીથી શહેરવાસીઓમાં રોનક
ગૃહપ્રધાને પોલીસ જવાનની કામગીરીને બિરદાવી - ગત રોજ ફરી વડોદરા શહેરના પોલીસ જવાન સુરેશભાઈ હિંગલાજીયાએ માનવતા મહેકાવી છે. સુરેશ હિંગલાજીયા રાવપુરા SHE ટીમની PCRમાં ફરજ બજાવતા હતા ત્યારે જેલ રોડ પર વરસાદ બાદ અચાનક વાહનો સ્લીપ થવાની ઘટનાની હારમાળા સર્જાઈ હતી. અનેક વાહનચાલકો રસ્તા પર પડી જતા ઇજા પહોંચી હતી. 108ને જાણ કરી એમ્બ્યુલન્સ આવે તે પહેલાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત એક યુવતીને ASI સુરેશભાઈ પોતાની PCRમાં બેસાડી અને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં હોસ્પિટલ પર પહોંચ્યા બાદ સ્ટ્રેચરની રાહ જોયા વિના જ તેને ખોળામાં ઉઠાવીને ઇમરજન્સી વોર્ડ સુધી લઇ ગયા હતા. સમગ્ર ઘટનામાં અકસ્માત થયેલી યુવતીને ત્વરિત સારવાર મળી હતી. આ ઘટનાનો વિડીયો વાયરલ થતા રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ પોલીસ જવાનની કામગીરીને બિરદાવી સો-સો સલામ પાઠવીને બિરદાવ્યા હતા.