વડોદરા: મળતી માહિતી મુજબ ગોત્રી વિસ્તારની એક યુવતી ગતરાતે સાડા આઠ વાગ્યાની આસપાસ તેના ફ્રેન્ડ સાથે સેવાસી-અંકોડિયા કેનાલ પાસે ઉભી હતી. તે વખતે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનની પી.સી.આર. વેન આવી હતી. જેમાંથી કોન્સ્ટબલ અને 2 શખ્સ ઉતર્યા હતા. ત્યારબાદ કોન્સ્ટબલે યુવકને ધોલ ધપાટ કરી મામલો શું છે? તેમ પુછતાં યુવકે અમે ફ્રેન્ડ છીએ તેમ કહ્યું હતું. જેથી કોન્સ્ટેબલે કહ્યું તમે જે હોય તે. તમારે રૂ. 5 હજાર આપવા પડશે. યુવકે શેના પાંચ હજાર? તેમ કહેતાં કોન્સ્ટબલ અને તેની સાથેના બે માણસોએ મારામારી કરી હતી.
ત્યારબાદ કોન્સ્ટબલ ATM કાર્ડ વાપરે છે,તેમ કહેતાં યુવકે પેટીએમ યુઝ કરું છું, તેમ કહ્યું હતું. તે પછી કોન્સ્ટબલ યુવકને નજીકના પેટ્રોલ પંપ પર લઈ ગયો હતો. જ્યાં PAYTM ની મદદથી રૂ.5 હજાર લઈ લીધા હતા. જ્યારે PCR વેન સાથે અંધારામાં યુવતી સાથે ઉભેલા શખ્સે એકલતાનો લાભ લઈ યુવતીની સાથે દુષ્કર્મ કર્યું હોવાની વાતને પગલે સનસનાટી મચી ગઈ છે. એવું કહેવાય છે કે, આ ઘટના બાદ યુવક-યુવતીને પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા લઈ જઉ છું, તેમ કહીને PCR વેનમાં બેસાડયા બાદ અધવચ્ચે ઉતારી મુક્યા હતા.
આ બનાવને પગલે મોડીરાત્રે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનની બહાર મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતાં છાણી અને જવાહરનગર પોલીસ સ્ટેશનથી સ્ટાફને બોલાવવો પડ્યો હતો. આ બનાવના કલાકો બાદ સમતા વિસ્તારમાંથી PCR વાન સાથે કોન્સ્ટબલ અને બે ખાનગી માણસોને પકડી પાડવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે.