ETV Bharat / state

Vadodara : સંસ્કારનું સિંચન કરતા શિક્ષકે શિષ્યાની છેડતી કરતાં ખળભળાટ

વડોદરાના સાધી ગામે ચાલુ પરીક્ષાએ શિક્ષકે વિદ્યાર્થીની છેડતી (molested case in Vadodara) કરતા ખળભળાટ મચી ગયો છે. શાળાના આર્ચાયને બનાવ બાબતે જાણ થતાં આચાર્ય ખુદ આ નરાધમ શિક્ષક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. (Sadhi village teacher student molested)

Vadodara : સંસ્કારનું સિંચન કરતા શિક્ષકે શિષ્યાની છેડતી કરતાં ખળભળાટ
Vadodara : સંસ્કારનું સિંચન કરતા શિક્ષકે શિષ્યાની છેડતી કરતાં ખળભળાટ
author img

By

Published : Jan 19, 2023, 10:21 PM IST

વડોદરા : પાદરા તાલુકાના સાધી ગામે જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ 10ની મિડટર્મ પરીક્ષા લેવામાં આવી રહી હતી. તે સમયે એક શિક્ષકે એક વિદ્યાર્થિનીને શારીરિક સ્પર્શ કરી જાનુ જાનુ કહી બોલાવતો હતો. તેની છેડતી કરી હોવાની વાત બહાર આવી હતી. વિદ્યાર્થિનીએ આ બાબતે પોતાના માતા પિતાને વાત કરી હતી. જેથી વિધાર્થીનીના પિતાએ શાળાનાં આચાર્યને ઘટના અંગે જાણ કરતાં સમગ્ર મામલો બહાર આવ્યો હતો.

શું હતો સમગ્ર મામલો : મળતી માહિતી મુજબ ચાલુ પરીક્ષા દરમિયાન શિક્ષકે આ વિદ્યાર્થીનીની છેડતી કરવાનો બનાવ બન્યો હતો. સમાજમાં શિક્ષકએ બાળકોમાં સંસ્કારોનું સિંચન કરતા પ્રથમ સ્તંભ સમાન ગણાય છે. જ્યારે શિક્ષક જ આવું બિભત્સ વર્તન કરતા હોય તે સમગ્ર શિક્ષણ જગત માટે શરમજનક બાબત કહેવાય. આ બનાવથી સમગ્ર શિક્ષણ જગતમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

આ પણ વાંચો : molestation case in Ahmedabad : વિદ્યાર્થીનીને એકલામાં બોલાવી નરાધમ ટ્યુશન માસ્તરે શિક્ષણ લજવ્યું

આચાર્યએ શિક્ષક સામે ફરિયાદ નોંધાવી : મળતી માહિતી મુજબ મુળ મધ્ય પ્રદેશના અને હાલ તેઓ પાદરા તાલુકાના સાધી ગામે આવેલી જવાહર નવોદય વિદ્યાલયના પ્રિન્સિપાલ જેઓ 54 વર્ષીય જે કવાર્ટરમાં રહેતા આ પ્રિન્સિપાલ સુનીલકુમારી મથીયાસ ડામરે પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે, અમારી શાળામાં રવિન્દ્ર અસરૂજી ચૌહાણ શિક્ષક તરીકે આ શાળામાં ફરજ બજાવે છે. નવેમ્બર માસની 28મી તારીખથી 14 ડિસેમ્બર દરમિયાન વિદ્યાલયમાં ધોરણ 10ની પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં રવિન્દ્ર સુપરવિઝન કરતા હતા. તે સમયે આ પરીક્ષામાં વિદ્યાલયની છોટાઉદેપુર જિલ્લાની એક વિદ્યાર્થિની પણ પરીક્ષા આપતી હતી. તારીખ 28ના રોજ સવારના આઠેક વાગે પરીક્ષા શરૂ થઈ, ત્યારથી રવિન્દ્ર ચાલુ ક્લાસે અવારનવાર પેપર આપતી વખતે, સહી કરતી વખતે વિઘાર્થીનીને એક અલગ જ નજર અંદાજથી જોતાં હતાં. બાજુમાંથી નીકળતી વખતે ખરાબ આશયથી તેને ટચ પણ કરતો હતો અને જાનુ જાનુ બોલાવી છેડતી કરી હતી.

આ પણ વાંચો : ફ્રાન્સથી ગિફ્ટ આવવાનું સાંભળી સુરતની મહિલા લલચાઈ ને એક ઝાટકે ગુમાવ્યા 57 લાખ

પાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ : આ સમગ્ર ઘટનાની જાણ વિદ્યાર્થીનીએ તેના માતા-પિતાને કરતી કરી હતી. વિધાર્થીનીના માતા પિતાએ તાત્કાલિક આ શિક્ષક વિરૂદ્ધ શિક્ષાત્મક પગલાં લેવાય તે હેતુથી શાળાના આચાર્યને આ ઘટના અંગે ફરિયાદ કરી હતી. જેથી શાળાના આચાર્યએ જ પાદરા પોલીસ સ્ટેશન ખાતે આ શિક્ષક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પાદરા પોલીસે શિક્ષક વિરુદ્ધ આ બનાવ અંગે ફરિયાદ નોંધી આગળની કડક કાયદેસરની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.