ETV Bharat / state

વડોદરાની સેન્ટ્રલ જેલમાંથી ગોધરા કાંડમાં સજા ભોગવી રહેલા કેદી પાસેથી મોબાઈલ મળી આવ્યો

author img

By

Published : Dec 11, 2019, 7:18 PM IST

વડોદરા: વડોદરા સેન્ટ્રલ જેલમાંથી મોબાઈલ મળી આવ્યો હતો. ગોધરા કાંડમાં સજા કાપી રહેલા કેદી મોબાઈલ ફોન વાપરતા હોવાની માહિતી મળી હતી. જે આધારે રાવપુરા પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી હતી. વડોદરા સેન્ટ્રલ જેલમાંથી વધુ એક વખત મોબાઈલ મળ્યા હોવાનો મામલો સામે આવ્યો હતો. સમગ્ર મામલે શહેરના રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી.

વડોદરા શહેરના સેન્ટ્રલ જેલમાંથી મળી આવ્યો મોબાઈલ
વડોદરા શહેરના સેન્ટ્રલ જેલમાંથી મળી આવ્યો મોબાઈલ

જેલ પ્રશાસન પર સવાલ ઉઠતો મામલો વધુ એક વખત વડોદરામાં સામે આવ્યો હતો, વડોદરા સેન્ટ્રલ જેલના કેદીઓ દ્વારા બિનઅધિકૃત રીતે જેલમાં મોબાઈલ વાપરવાની વાત ત્યારે સામે આવી જ્યારે એ ઝડતી પોલીસ દ્વારા જેલમાં ચેકિંગ કર્યુ હતું. વડોદરા સેન્ટ્રલ જેલના બેરેક નંબર-11ના નડીયા નીચે સંતાડેલા 5 મોબાઈલ અને ચાર્જર મળી આવતા જેલ પ્રશાસન દ્વારા શહેરના રાવપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી. જો કે, પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, પકડાયેલા મોબાઇલનો ઉપયોગ ગોધરાકાંડનો આરોપી સલીમ જર્દા, અને બીજા 2 પાકાકામના કેદીઓ કરી રહ્યા હોવાનું સામે આવ્યું હતું.

વડોદરા શહેરના સેન્ટ્રલ જેલમાંથી મળી આવ્યો મોબાઈલ
સમગ્ર બાબતે નોંધાયેલી પોલીસ ફરીયાદને લઇને પોલીસ અધીકારીઓ તપાસ ક્રાઇમ બ્રાન્ચ કરશે તેમ જણાવી રહ્યાં છે. મહત્વનું છે કે, ગોધરા કાંડને લઈને નાણાવટી પંચના તૈયાર કરાયેલા રિપોર્ટ બાબતે રાજ્યના ગૃહ પ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ આજે વિધાનસભામાં સમગ્ર રિપોર્ટ રજૂ કર્યો હતો. બીજી તરફ ગોધરાકાંડમાં સજા કાપી રહેલા સલીમ જર્દા જેવા કેદીઓ પાસેથી વડોદરાની સેન્ટ્રલ જેલમાંથી મોબાઇલ મળી આવતા જેલ પ્રશાસનની કામગીરી સામે અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.

Intro:વડોદરા સેન્ટ્રલ જેલમાંથી મોબાઈલ મળી આવ્યો, ગોધરા કાંડમાં સજા કાપી રહેલા કેદી મોબાઈલ ફોન વાપરતા હોવાનું અનુમાન, રાવપુરા પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી..Body:વડોદરા સેન્ટ્રલ જેલમાંથી વધુ એક વખત મોબાઈલ મળ્યા હોવાનો મામલો સામે આવ્યો છે ત્યારે સમગ્ર મામલે શહેરના રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે..
Conclusion:જેલ પ્રશાસન પર સવાલ ઉઠતો મામલો વધુ એક વખત વડોદરામાં સામે આવ્યો છે, વડોદરા સેન્ટ્રલ જેલના કેદીઓ દ્વારા બિનઅધિકૃત રીતે જેલમાં મોબાઈલ વાપરવાની વાત ત્યારે સામે આવી જ્યારે એ ઝડતી પોલીસ દ્વારા જેલ માં ચેકીંગ કર્યુ હતુ, વડોદરા સેન્ટ્રલ જેલના બેરેક નંબર 11 ના નડીયા નીચે સંતાડેલા 5 મોબાઈલ અને ચાર્જર મળી આવતા જેલ પ્રશાસન દ્વારા શહેરના રાવપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે, જો કે પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે પકડાયેલા મોબાઇલનો ઉપયોગ ગોધરાકાંડનો આરોપી સલીમ જર્દા, અને બીજા ૨ પાકાકામના કેદીઓ કરી રહ્યા હોવાનુ સામે આવ્યુ છે.

હવે સમગ્ર બાબતે નોંધાયેલી પોલીસ ફરીયાદને લઇને પોલીસ અધીકારીઓ તપાસ ક્રાઇમ બ્રાન્ચ કરશે તેમ જણાવી રહ્યા છે ત્યારે મહત્વનું છે કે ગોધરા કાંડને લઈને નાણાવટી પંચના તૈયાર કરાયેલા રિપોર્ટ બાબતે રાજ્યના ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ આજે વિધાનસભામાં સમગ્ર રિપોર્ટ રજૂ કર્યો હતો ત્યારે બીજી તરફ ગોધરાકાંડમાં સજા કાપી રહેલા સલીમ જર્દા જેવા કેદીઓ પાસેથી વડોદરાની સેન્ટ્રલ જેલમાંથી મોબાઇલ મળી આવતા જેલ પ્રશાસન ની કામગીરી સામે અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે..

બાઇટ:- મેઘાતેવર , એસીપી ઝોન સી, વડોદરા પોલીસ..
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.