ETV Bharat / state

વડોદરા પોલીસે વિદેશી દારૂ સાથે 2 ની કરી ધરપકડ - દારુ જપ્ત

વડોદરા ડીસીબી ક્રાઈમ બ્રાન્ચની ટીમે મધ્યપ્રદેશથી વિદેશી દારૂનો જથ્થો લાવીને વાઘોડિયા રોડ પર આવેલા ઉકાજીના વાડિયામાં ડિલિવરી માટે આવતા 2 કેરિયરને કપુરાઈ ચોકડી પાસેથી વિદેશી દારુના જથ્થા ભરેલી કાર સાથે બે ને ઝડપી પાડ્યા હતા.

Vadodara
Vadodara
author img

By

Published : Dec 14, 2020, 12:00 PM IST

  • વાઘોડિયા રોડ પર વિદેશી દારૂ આપવા આવેલા 2 કેરિયર ઝડપાયા
  • ડીસીબી ક્રાઈમ બ્રાન્ચની ટીમે 2 ને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
  • ગ્રામ્ય પોલીસ ઊંઘતી ઝડપાઈ

    વડોદરાઃ વડોદરા ડીસીબી ક્રાઈમ બ્રાન્ચની ટીમે મધ્યપ્રદેશથી વિદેશી દારૂનો જથ્થો લાવીને વાઘોડિયા રોડ પર આવેલા ઉકાજીના વાડિયામાં ડિલિવરી માટે આવતા 2 કેરિયરને કપુરાઈ ચોકડી પાસેથી વિદેશી દારુના જથ્થા ભરેલી કાર સાથે બે ને ઝડપી પાડ્યા હતા.

    મધ્યપ્રદેશથી કારમાં છુપાવીને વડોદરામાં દારૂનો જથ્થો લવાયો હતો

    ડીસીબી પોલીસને માહિતી મળી હતી કે એક કારમાં મધ્યપ્રદેશના દારૂના વેપારી પાસેથી દારૂ ભરીને 2 કેરિયર ડભોઈ રોડથી વડોદરા આવનાર છે. જેથી ડીસીબી પોલીસની ટીમે કપુરાઈ ચોકડી નજીક વોચ ગોઠવી હતી. આ દરમિયાન બાતમીવાળી કાર આવતા પોલીસે કાર ઉભી રખાવી ચેક કરતા કારમાં સીટની નીચેના ભાગો તથા પાછળના ભાગે સંતાડેલી વિદેશી દારૂની 168 બોટલ કિંમત રૂપિયા 74,240 ની મળી આવી હતી.

કારની સીટ નીચે છુપાવેલી દારૂની 168 બોટલ જપ્ત કરાઈ

પોલીસે કારમાં બેઠેલા નિકેશ ઠાકોરભાઈ પટેલ રહે ધરતી ટેનામેન્ટ વાઘોડિયા રોડ અને પ્રકાશ રસનભાઇ રાઠવા રહે. ક્વાંટ જી.છોટાઉદેપુરની ધરપકડ કરી છે. પોલીસની પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપીએ જણાવ્યું હતુ કે દારૂનો જથ્થો મધ્યપ્રદેશથી લાવી વાઘોડિયા રોડ ઉકાજીના વાડિયામાં રહેતા જીગર કહારને આપવાનો હતો. જેથી પોલીસે બંન્ને ઈસમોને વોન્ટેડ જાહેર કર્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.