વડોદરા વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 દિવસીય પ્રવાસ (PM Modi Gujarat Visit) અંતર્ગત વડોદરાની પણ મુલાકાતે આવશે. ત્યારે તેમનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો (PM Narendra Modi program) છે. વડોદરામાં રોકાણ થાય તે અંગે તેઓ ચર્ચા કરશે.
PM ઉદ્યોગપતિઓ સાથે કરશે ચર્ચા લેપ્રસી ગ્રાઉન્ડ ખાતે (leprosy ground vadodara ) વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમ (PM Narendra Modi program) માટે ખાનગી કંપની દ્વારા 6,000 સ્ક્વેર ફૂટનો ડોમ બાંધવામાં આવી રહ્યો છે. વડાપ્રધાનના આગમનની તડામાર તૈયારી ચાલી રહી છે. અહીં વડાપ્રધાન 5,000 ઉદ્યોગપતિઓ સાથે ચર્ચા કરશે. સાથે જ વડાપ્રધાન સંરક્ષણ ક્ષેત્રમાં (defense sector in india) તાતા ગૃપના 60,000 કરોડ રૂપિયાના રોકાણની જાહેરાત કરે તેવી શક્યતા છે. બીજી તરફ અહીં મિની GEB સબ સ્ટેશન પણ ઊભું કરાશે.
લેપ્રસી ગ્રાઉન્ડમાં કાર્યક્રમ વડાપ્રધાનના વડોદરા આગમન અંગેની શક્યતા અંગેના (PM Narendra Modi program) સંદેશાના પગલે સરકારી કચેરીઓમાં શુક્રવારે બેઠકોનો દોર શરૂ થઇ ગયો હતો. જોકે, હવે તેમનો કાર્યક્રમ નક્કી થઇ જતા લેપ્રસી ગ્રાઉન્ડ ખાતે ડોમ (leprosy ground vadodara) બાંધવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. 30 ઓક્ટોબરે વડાપ્રધાન અહીં લેપ્રસી ગ્રાઉન્ડ ખાતે (leprosy ground vadodara) કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.
PM ઉદ્યોગપતિઓને કરશે સંબોધિત વડાપ્રધાનના આગમનને લઈને રવિવારે કેટલાક ઉદ્યોગપતિઓ સાથે સ્થાનિક તંત્ર દ્વારા એક બેઠક યોજવામાં આવી હતી, જેમાં વડાપ્રધાનના કાર્યક્રમ અંગેની વિગતો આપવામાં આવી હતી. ત્યારબાદ કાર્યક્રમની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. બિનસત્તાવાર માહિતી મુજબ, વડાપ્રધાનનો આ જાહેર કાર્યક્રમ નહીં હોય, પરંતુ મધ્ય ગુજરાતના આશરે 5,000 જેટલા ઉદ્યોગપતિઓને તેઓ સંબોધન કરશે.
એરપોર્ટની બાજુમાં જમીન ફાળવાઈ એવી ચર્ચા પણ ચાલી રહી છે કે, તાતા ગૃપ દ્વારા સંરક્ષણ ક્ષેત્રમાં (defense sector in india) વડોદરા શહેરમાં આશરે 60,000 કરોડ રુપિયાના રોકાણની જાહેરાત પણ આ કાર્યક્રમમાં થઇ શકે છે. આ પ્રોજેક્ટ માટે વડોદરા શહેરમાં એરપોર્ટની (Vadodara Airport) આસપાસ સરકારે જમીન ફાળવવાનુ નક્કી કર્યુ હોવાનું મનાય છે. ચર્ચા મુજબ વિધાનસભા ચૂંટણીની (Gujarat Assembly Election 2022) જાહેરાત પહેલાં પીએમ મોદી વડોદરાને આ ભેટ આપશે તેમ મનાય છે.