ETV Bharat / state

વડોદરાના ભાયલી વિસ્તારમાં પાયાની સુવિધાનો અભાવ

author img

By

Published : Jul 8, 2019, 3:46 AM IST

વડોદરાઃ શહેર નજીક નવા વિકસી રહેલા ભાયલી વિસ્તારમાં 100 ઉપરાંત સોસાયટીઓમાં ડ્રેનેજની કોઇ સુવિધા ઉભી કરવામાં આવી નથી. સરકારી કચેરીઓના ધક્કા ખાઇને કંટાળેલા રહીશોએ આજે અનોખી રીતે તંત્ર સામે રોષ ઠાલવી વિરોધ પ્રદર્શન કર્યું હતું.

vdr

વિસ્તારમાં રહેતા કેદારભાઇ બુમીયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, છેલ્લા 7 વર્ષથી આ વિસ્તારમાં ડ્રેનેજની સુવિધાઓ માટે વુડાની કચેરીના ધક્કા ખાઇને કંટાળી ગયાં છે. અનેક વખત લેખીક અને મૌખિક તમામ રજૂઆતો કરવા છતાં કોઇ યોગ્ય નિકાલ મળ્યો નથી. થોડા સમય પહેલા વુડા કચેરીના અધિકારીઓએ કહ્યું કે તમારો વિસ્તાર વુડામાં નહીં ગ્રામપંચાયતમાં આવે છે. જોકે ગ્રામપંચાયતનો અમે વેરો ભરીએ છીએ. પરંતુ, તેમની પાસે ડ્રેનેજની સુવિધા ઉભી કરવા જેટલું ફંડ નથી.

વડોદરાના ભાયલી વિસ્તારમાં પાયાની સુવિધાનો અભાવ

આ વિસ્તારમાં રૂ. 25 લાખથી લઇને દોઢ કરોડની કિંમતના બંગલા અને ફ્લેટ છે, પણ ડ્રેનેજની કોઇ સુવિધા નથી, તદઉપરાંત રસ્તાન્ પણ કોઇ ઠેકાણા નથી. કાંચા રસ્તાઓ પર દુષિત પાણી ફેલાતા વાહન લઇને પસાર થવું મુશ્કેલ બન્યું છે.

છેલ્લા 3 વર્ષથી સરકારી કચેરીના ધક્કા ખઇને કંટાળી ગયા છે. જેથી પ્રધાનમંત્રીને ઓનલાઇન આમંત્રણ પાઠવ્યું છે કે, સબકા સાથ સબકા વિકાસના સૂત્રને ધ્યાનમાં રાખી ડ્રેનેજના ખાડા અમે જાતે ખોદીશું, તમારા સ્વચ્છ ભારત અભિયાનને અમે આવકારીયે છીએ, તમે સમય આપો અને આવો ડ્રેનેજના ખાડા અમે જાતે ખોદીશું.

અત્રે ઉલ્લેખનિય છે કે, લોકસભાની ચૂંટણી વખતે કલાલી વિસ્તારમાં રહેતા રહીશોએ ડ્રેનેજ, રોડની સુવિધા ન મળતા વિરોધ નોંધાવ્યો હતો. ભાયલીની જેમ કલાલી વિસ્તારમાં પણ ડ્રેનેજ અને રોડ રસ્તાની કોઇ સુવિધા ઉપલબ્ધ નથી, ત્યારે ટુંક સમયમાં આજ પ્રકારની પરિસ્થિતી આ વિસ્તારમાં સર્જાય તો નવાઇ નહીં.

Intro:વડોદરા શહેર નજીક નવા વિકસી રહેલા ભાયલી વિસ્તારમાં 100 ઉપરાંત સોસાયટીઓમાં ડ્રેઇનેજની કોઇ સુવિધા ઉભી કરવામાં આવી નથી. સરકારી કચેરીઓના ધક્કા ખાઇને કંટાળેલા રહીશોએ આજે અનોખી રીતે તંત્ર સામે રોષ છાલવી વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ મામલે વિવેરા-2માં રહેતા કેદારભાઇ બુમીયાએ સાથેની વાતચિતમાં જણાવ્યું હતું કે, છેલ્લા 7 વર્ષથી આ વિસ્તારમાં ડ્રેઇનેજની સુવિધાઓ માટે વુડાની કચેરીના ધક્કા ખાઇને કંટાળી ગયાં છે. અનેક વખત લેખીક અને મૌખિક તમામ રજૂઆતો કરવા છતાં કોઇ યોગ્ય નિકાલ મળ્યો નથી. થોડા સમય પહેલા વુડા કચેરીના અધિકારીઓએ કહ્યું કે તમારો વિસ્તાર વુડામાં નહીં ગ્રામપંચાયતમાં આવે છે. જોકે ગ્રામપંચાયતનો અમે વેરો ભરીયે છીએ પરંતુ તેમની પાસે ડ્રેઇનેજની સુવિધા ઉભી કરવા જેટલું ફંડ નથી.

Body:આ વિસ્તારમાં રૂ. 25 લાખથી લઇને દોઢ કરોડની કિંમતના બંગલા અને ફ્લેટ છે, પણ ડ્રેઇનેજની કોઇ સુવિધા નથી, તદઉપરાંત રસ્તા પણ કોઇ ઠેકાણા નથી. કાંચા રસ્તાઓ પર દુષિત પાણી ફેલાતા વાહન લઇને પસાર થવું મુશકેલ બન્યું છે. દુષિત પાણીના કારણે મચ્છરનો ઉપદ્રવ વધતા બિમારી ફેલાવાનો ભય ઉભો થયો છે. અમારા ઘરે મહેમાનો કે પરિવારના સભ્યો આવી શકતા નથી. હવે અમારે ક્યાં જવું અને શું કરવું તે સમજાતુ નથી.

Conclusion:છેલ્લા 3 વર્ષથી સરકારી કચેરીના ધક્કા ખઇને કંટાળી ગયા છે. જેથી અમે પ્રધાનમંત્રીને ઓનલાઇન આમંત્રણ પાઠવ્યું છે કે, સબકા સાથ સબકા વિકાસના સૂત્રને ધ્યાનમાં રાખી ડ્રેઇનેજના ખાડા અમે જાતે ખોદીશું, તમારા સ્વચ્છ ભારત અભિયાનને અમે આવકારીયે છીએ, તમે સમય આપો અને આવો ડ્રેઇનેજના ખાડા અમે જાતે ખોદીશું.

અત્રેઉલ્લખનિય છે કે લોકસભાની ચૂંટણી ટાણે કલાલી વિસ્તારમાં રહેતા રહીશોએ ડ્રેઇનેજ, રોડની સુવિધા ન મળતા વિરોધ નોંધાવ્યો હતો. ભાયલીની જેમ કલાલી વિસ્તારમાં પણ ડ્રેઇનેજ અને રોડ રસ્તાની કોઇ સુવિધા ઉપલબ્ધ નથી, ત્યારે ટુંક સમયમાં આજ પ્રકારની પરિસ્થિતી આ વિસ્તારમાં સર્જાય તો નવાઇ નહીં.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.