ETV Bharat / state

વડોદરા શહેરમાં લવ જેહાદ મામલે હિન્દુ સંગઠનોમાં રોષ

author img

By

Published : Dec 18, 2020, 10:33 AM IST

Updated : Dec 18, 2020, 11:59 AM IST

વડોદરા શહેરના નાગરવાડા વિસ્તારમાં રહેતી 23 વર્ષીય હિન્દુ યુવતીને તેના મહોલ્લામાં જ રહેતો 23 વર્ષીય વિધર્મી યુવક ગત્ત 2જી ડિસેમ્બરે ઘરેથી ભગાડીને મુંબઈ લઈ ગયા બાદ 6 તારીખે બાન્દ્રા ખાતે યુવતીનું ધર્મ પરિવર્તન કરાવી નિકાહ કરી લેતાં ભારે હોબાળો મચ્યો હતો. આ યુવતી અને યુવકને બુધવારે સાંજે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં લવાયા હતા. જયાં બંનેનું ચાર કલાક સુધી કાઉન્સેલીંગ કરાયું હતું.

Vadodara News
Vadodara News
  • વડોદરા શહેરમાં લવ જેહાદ મામલે હિન્દુ સંગઠનોમાં રોષ
  • નાગરવાડાની બ્રાહ્મણ યુવતી બની લવ જેહાદનો ભોગ
  • ધર્મ પરિવર્તન કરી મહરાષ્ટ્રમાં નિકાહ કરી પોલીસ મથકે આવતા હોબાળો મચ્યો

વડોદરાઃ શહેરના નાગરવાડા વિસ્તારમાં રહેતી 23 વર્ષીય હિન્દુ યુવતીને તેના મહોલ્લામાં જ રહેતો 23 વર્ષીય વિધર્મી યુવક ગત્ત 2જી ડિસેમ્બરે ઘરેથી ભગાડીને મુંબઈ લઈ ગયા બાદ 6 તારીખે બાન્દ્રા ખાતે યુવતીનું ધર્મ પરિવર્તન કરાવી નિકાહ કરી લેતાં ભારે હોબાળો મચ્યો હતો. યુવતી અને યુવકને બુધવારે સાંજે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં લવાયા હતા. જયાં બંનેનું ચાર કલાક સુધી કાઉન્સેલીંગ કરાયું હતું. આ ઘટનાના પગલે બંને પક્ષના ટોળા અને હિન્દુ સંગઠનના કાર્યકરોના ટોળા કારેલીબાગ પોલીસ સ્ટેશને ઉમટી પડતાં એક તબક્કે પોલીસ સ્ટેશનની જાળી બંધ કરી દેવી પડી ટોળાને વિખેરવું પડયું હતું.

વડોદરા શહેરમાં લવ જેહાદ મામલે હિન્દુ સંગઠનોમાં રોષ
ઝડપથી લવ જેહાદનો કાયદો બનાવવા અપીલ: હિન્દુ સંગઠન અગ્રણી
શહેરના નાગરવાડા વિસ્તારમાં રહેતી બ્રાહ્મણ યુવતીને તેના મહોલ્લામાં જ રહેતા વિધર્મી યુવક સાથે ત્રણેક વર્ષથી પ્રેમ સબંધ બંધાયો હતો અને બંને ગાઢ પરિચયમાં આવ્યા હતા. બંને તારીખ 2જી ના રોજ ઘરેથી ભાગી જઇ છોટાઉદેપુર ગયા હતા, ત્યાં લગ્નનો પ્રયાસ કર્યો હતો. પણ ગુજરાતમાં કાયદાનું બંધન નડતાં સફળ થયા ન હતાં. જેથી બંને ધર્મ પરિવર્તનનો કાયદો અમલમાં નથી તેવા મહારાષ્ટ્ર રાજયમાં ગયા હતા. જ્યાં મુંબઇના બાન્દ્રા ખાતે યુવતીનું ધર્મ પરિવર્તન કરાવાયું હતું અને બંનેએ નિકાહ કરી લીધા હતા. ત્યારબાદ યુવતીએ પોલીસને પત્ર લખીને જાણ કરી હતી કે, તેણે આ વિધર્મી યુવક સાથે રાજી ખુશીથી લગ્ન કર્યા છે. ગત (ગુરૂવારે) રાત્રે યુવક અને યુવતી મુંબઇથી વડોદરા આવ્યા હતા અને યુવતીએ તેને દબાવવાનો પ્રયત્ન કરાશે તેવી પોલીસને પહેલા જાણ કરી હતી.
કારેલીબાગ પોલીસ મથકે ટોળાં ઉમટ્યા જય શ્રી રામના નારા લાગ્યા
પોલીસ દ્વારા બુધવારે સાંજે યુવક અને યુવતીને પોલીસ સ્ટેશન બોલાવાયા હતા. બંનેના પરિવાર પણ પોલીસ સમક્ષ પહોંચ્યા હતા, જયાં યુવક અને યુવતીનું ચાર કલાક સુધી કાઉન્સેલીંગ કરાયું હતું અને ત્યારબાદ બન્ને પોત-પાતાના ઘેર મોકલીને ત્યાં કાઉન્સેલીગં શરુ કરાયુ હતું. કારેલીબાગ પોલીસ સ્ટેશન પર લોકોના ટોળા ઉમટી પડતા ઉત્તેજના છવાઇ ગઇ હતી. બીજી તરફ એડવોકેટ અને હિન્દુ સંગઠનના નેતા નીરજ જૈને જણાવ્યું હતું કે, આ લવ જેહાદનો મામલો છે. વડોદરામાં હિન્દુ યુવતીને વિધર્મી યુવક ગુજરાત બહાર લઈ જઇ ધર્મ પરિવર્તન કરાવી પાછો લાવ્યો છે. મુસ્લિમ કાયદા મુજબ ગેરકાયદેસર નિકાહનું પત્ર રજૂ કર્યું છે.

જય શ્રી રામના નારા લગાવી હોબાળો મચાવ્યો

તાજેતરમાં હિન્દુ દીકરીઓને વિધર્મી યુવક દ્વારા ભગાડવાનું આંતરરાષ્ટ્રીય ષડયંત્ર ચાલી રહ્યું છે. આ કિસ્સામાં પણ જવાબદાર તમામ લોકોને સખત સજા કરવી જોઈએ તેમજ કાયદામાં પણ સુધારો વધારો કરવા રાજ્ય સરકારને મારી અપીલ છે કે, ઉત્તરપ્રદેશની જેમ ગુજરાત રાજ્યમાં પણ લવ જેહાદ મુદ્દે કાયદો બનવો જોઈએ. કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ટોળા ઉમટી પડતાં પોલીસ સ્ટેશનની જાળી બંધ કરવી પડી હતી. લવજેહાદની ઘટનાના પગલે હિન્દુ સંગઠનો તથા બંને પક્ષના ટોળા કારેલીબાગ પોલીસ સ્ટેશન ખાતે ઉમટી પડયા હતા, જેથી એક તબક્કે પોલીસને પોલીસ સ્ટેશનના મુખ્ય દરવાજાની જાળી બંધ કરી દેતાં જય શ્રી રામના નારા લાગ્યા હતા. જેથી પોલીસે ટોળાને વિખેર્યું હતું. જોકે નિકાહ કરી લેનારા યુવક યુવતી બંને પુખ્ત વયના છે. બંનેએ લગ્ન કર્યા છે અને પોલીસ સ્ટેશનમાં હાજર થયા છે. સંવેદનશીલ મામલો હોવાથી તપાસ શરૂ કરવામાં આવી છે અને બંન્નેના નિવેદન લેવામાં આવ્યા છે.

Last Updated : Dec 18, 2020, 11:59 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.