- ઇસ્કોન મંદિર દ્વારા 40મી રથયાત્રા મહોત્સવનું પરંપરાગત રીતે આયોજન
- મેયર દ્વારા થયાત્રાના માર્ગને પરંપરાગત રીતે સુવર્ણ સાવર્ણીથી સ્વચ કરીને પ્રસ્થાન થશે
- રથયાત્રાની સવારે 9 વાગે શરૂઆત થશે અને 11 વાગે સમાપ્ત થશે
વડોદરા : શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ રથયાત્રા અષાઢી બીજના દિવસે ઇસ્કોન મંદિર (Iskcon Mandir) દ્વારા ભગવાન શ્રી જગન્નાથ (Bhagwan Jagannath)ની 40મી રથયાત્રા મહોત્સવનું પરંપરાગત રીતે આયોજન કરવામાં આવવાનું છે. વર્ષોથી ચાલતા રથયાત્રાની શરુઆત વડોદરા શહેરના પ્રથમ નાગરિક મેયર કેયુર રોકડિયા તથા અન્ય મહેમાનો વરદહસ્તે ભગવાન શ્રી જગન્નાથ (Bhagwan Jagannath) રથયાત્રાના માર્ગને પરંપરાગત રીતે સુવર્ણ સાવર્ણીથી સ્વચ કરીને વડોદરા રેલ્વે સ્ટેશનથી ભગવાન શ્રી જગન્નાથ, બલદેવ, સુભદ્રાના રથનું પ્રસ્થાન બપોરના બદલે સવારે 9 કલાકે થશે.
ભગવાન શ્રી જગન્નાથ બલદેવ સુભદ્રાની આરતી કરીને રથયાત્રાનું સમાપન કરાશે
આ વર્ષે કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર શ્રી ગૃહવિભાગના રથયાત્રા અંગે માર્ગદર્શનને ચુસ્તપણે પાલન કરીને સ્થાનિક પ્રશાનના સહયોગથી પરંપરાગત માર્ગથી પસાર થઈને ભક્તોને દર્શન આપી, બગીખાના બરોડા હાઈસ્કૂલ પાસે ભગવાન શ્રી જગન્નાથ (Bhagwan Jagannath)બલદેવ સુભદ્રાની આરતી કરીને રથયાત્રાનું સમાપન કરવામાં આવશે. રથયાત્રાની સવારે 9 વાગે શરૂઆત થશે અને 11 વાગે સમાપ્ત થશે. જે તે લાગતા પોલીસ સ્ટેશનની હદમાં કરફ્યુ લાદવામાં આવશે.
આ પણ વાંચો : Rathyatra 2021: પાટણની 139મી રથયાત્રાને મળી વહીવટી તંત્રની મંજૂરી
રથયાત્રા દરમિયાન પ્રસાદ વિતરણ પણ કરાશે નહિ
આ વર્ષે સરકારની માર્ગદર્શિકા મુજબ ઇસ્કોન મંદિર (Iskcon Mandir) પર ભંડારાનું આયોજન કરવામાં આવ્યું નથી તથા રથયાત્રા દરમિયાન પ્રસાદ વિતરણ પણ કરવામાં આવશે નહિ. આજે પત્રકાર પરિષદમાં ખાસ ઉપસ્થિતમાં મંત્રી યોગેશ પટેલ, મેયર કેયુર રોકડિયા , પ્રમુખ વિજય શાહ, ચેરમેન હિતેન્દ્ર પટેલ, દંડક ચિરાગ બારોટ, ટ્રસ્ટી ધીરુભાઈ પટેલની ઉપસ્થિતમાં પત્રકાર પરિષદ યોજી હતી.
આ પણ વાંચો -
- HM Pradipsinh Jadejaએ રથયાત્રાના રૂટની સમીક્ષા કરી
- Surat Rathyatra 2021: નહીં કાઢવામાં આવે 27 વર્ષ જૂની ભગવાન જગન્નાથજીની રથયાત્રા
- યાત્રાધામ અંબાજી ખાતે પણ રથયાત્રા મોકૂફ રખાઇ
- Rathyatra 2021: ગૃહરાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જગન્નાથ મંદિરની લીધી મુલાકાત
- Rathyatra 2021: રથયાત્રા દરમિયાન અમદાવાદ શહેરને 'No Drone Fly Zone' જાહેર કરાયું
- ગાંધીનગરનું અક્ષરધામ મંદિર રથયાત્રાના દિવસે 12 જુલાઇના રોજ ખુલશે
- રાજકોટમાં કોવિડની ગ્રાઇડલાઈન પ્રમાણે નિકળશે ભગવાન જગન્નાથની રથયાત્રા
- Rathyatra 2021: ડાકોરમાં રવિવારે રથયાત્રા યોજાશે, રૂટ પર કર્ફ્યૂ અને મંદિર પ્રવેશ બંધ રહેશે
- ISKCON રથયાત્રાને પરમિશન નહીં, ફક્ત મંદિરમાં ફરશે રથ