ETV Bharat / state

Vadodara Collector office: ઓફલાઇન NAC સિટી સર્વેમાં ફેરફાર, કલેક્ટર કચેરીના પરામર્શ નોંધ બાદ પાડવા આદેશ

વડોદરા શહેર વિસ્તારમાં આવેલી સરકારી જમીન ઉપર ડોળો માંડીને બેઠેલા ભૂમાફિયાઓની સાન ઠેકાણે લાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહત્વની બાબતે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે.

Vadodara: મહાનગરપાલિકા વિસ્તારમાં ઓફલાઇન એનએની સિટી સર્વેમાં ફેરફાર નોંધ કલેક્ટર કચેરીના પરામર્શ બાદ પાડવા આદેશ

author img

By

Published : Feb 11, 2023, 2:29 PM IST

વડોદરા: શહેર વિસ્તારમાં આવેલી સરકારી જમીન ઉપર ડોળો માંડીને બેઠેલા ભૂમાફિયાઓની સાન ઠેકાણે લાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કેટલીક મહત્વની બાબતો પરિપત્રિત કરવામાં આવી છે. કલેક્ટર કચેરી દ્વારા સિટી સર્વે કચેરીને એવા મતલબનો આદેશ કરવામાં આવ્યો છે કે વડોદરા મહાનગરપાલિકા વિસ્તારની જમીનમાં ઓફલાઇન બિનખેતીના હુકમોની ખરાઇ કર્યા બાદ જ પ્રોપર્ટી કાર્ડમાં ફેરફાર નોંધ પાડવાની રહેશે.

આ પણ વાંચો US Consulate General Visit Vadodara: વિઝાની ખાસ વ્યવસ્થા અંગે ખાતરી આપતા અમેરિકી અધિકારી

કાર્યપધ્ધતિ માં ફેરફાર: કલેક્ટરના આદેશ બાદ નિવાસી અધિક કલેક્ટર દ્વારા જારી કરવામાં આવેલા આ પરિપત્રમાં એવું જણાવવામાં આવ્યું છે કે, જમીન મહેસુલ સંહિતા, 1879 ની કલમ-65 અંતર્ગત બીનખેતી પરવાનગીની કાર્યપદ્ધતિ સરળીકરણના ભાગરૂપે સમગ્ર રાજયમાં ઓનલાઈન કરવામાં આવી છે. જેથી વડોદરામાં પણ આઇઓઆરએ પોર્ટલ પર કરવામાં આવતી ઓનલાઈન અરજીઓ મુજબ બીનખેતી પરવાનગી આપવામાં આવે છે. આઇઓઆરએ પોર્ટલ હેઠળની કાર્યપદ્ધતિ અમલમાં આવતા પહેલા ઈ–એન. એ મારફત ઓનલાઈન બીનખેતી પરવાનગી આપવામાં આવતી હતી.

આ પણ વાંચો SHRAMIK ANNPURNA YOJANA: રાહત દરે 12 ભોજન કેન્દ્રો શરૂ કરવામાં આવ્યાં

પારદર્શકતા જળવાય તે માટે પરિપત્ર: હાલમાં અમલી આઇઓઆરએ પોર્ટલ હેઠળની બીનખેતી પરવાનગી અંગેની કાર્યપદ્ધતિમાં ઓનલાઈન પ્રોપર્ટી કાર્ડ જનરેટ થાય છે. જેથી કલેક્ટર કચેરી દ્વારા સંબંધિત સિટી સર્વે કચેરીને અલાયદા બીનખેતી હુકમ અમલવારી માટે મોકલવાનો થતો નથી. અગાઉની ઓફલાઈન કાર્યપદ્ધતિથી આપવામાં આવેલી બીનખેતી પરવાનગીમાં કલેક્ટર કચેરી દ્વારા ક૨વામાં આવેલ બીનખેતી હુકમ મુજબ સિટી સર્વે કચેરી દ્વારા બીનખેતીના પ્રોપર્ટી કાર્ડ બનાવવાના થાય છે. ઓફલાઈન કરવામાં આવેલ બીનખેતી હુકમ આધારીત બનાવવાના થતા પ્રોપર્ટી કાર્ડ ઝડપથી બને અને પારદર્શકતા જળવાય તે માટેની અત્રેના જિલ્લા માટે કાર્યપદ્ધતિ પરિપત્રિત કરવામાં આવી છે.

નવીન પ્રોપર્ટી કાર્ડ બનાવવાનું રહેશે: તદ્દઉપરાંત વડોદરા મહાનગરપાલિકા વિસ્તારમાં સમાવિષ્ટ સિટી સર્વે કચેરીઓએ કલેકટર, વડોદરાના ઓફલાઈન બીનખેતી હુકમની પ્રોપર્ટી કાર્ડમાં ફેરફાર નોંધ દાખલ કરતા પહેલા અને બિનખેતી હુકમ આધારે નવીન પ્રોપટી કાર્ડ બનાવતા પહેલા હુકમ સંબંધિત કલેક્ટર કચેરીની બિનખેતી શાખા, ચીટનીશ શાખા તથા જમીન સુધારણા શાખા સાથે લેખિતમાં પરામર્શ કરવાનો રહેશે. પરામર્શ કર્યા બાદ બિનખેતી હુકમની પ્રોપર્ટી કાર્ડમાં ફેરફાર નોંધ દાખલ કરવાની રહેશે તથા નવીન પ્રોપર્ટી કાર્ડ બનાવવાનુ રહેશે.

ખરાઈ બાદ પ્રોપર્ટી કાર્ડ: સરકારી પડતર, શ્રી સરકાર, તલાવડી, ગ્રામ પંચાયત વિગેરે સ૨કારશ્રીની માલિકી પ્રસ્થાપિત કરતા સદરે ચાલતી તથા જમીન સંપાદન કે અન્ય કાયદા હેઠળ ગ્રાન્ટ કરવામાં આવેલી હોય કે જેમાં સ૨કા૨નું હિત સમાયેલું હોય તેવી જમીનો અંગે પ્રોપર્ટી કાર્ડ બનાવવા માટે કલેકટર, વડોદરાના હુકમ રજુ થાય ત્યારે અત્રેની બિનખેતી શાખા, ચીટનીશ શાખા, જમીન સુધારણા શાખા, જમીન સંપાદન શાખા તથા અધિક ચિટનીશ શાખા સાથે પરામર્શ કરી હુકમ લગતના મૂળ કાગળોથી ખરાઈ/ચકાસણી કર્યા બાદ જ પ્રોપર્ટી કાર્ડમાં ફેરફાર નોંધ દાખલ કરવાની રહેશે તથા નવીન પ્રોપર્ટી કાર્ડ બનાવવાનું રહેશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.