વડોદરાઃ કોરોના પીડિત વધુ એક મહિલા દર્દી પૂર્ણત સાજા થયેલા દર્દીને રજા આપવા માટેના નિર્ધારિત નીતિ નિયમોને અનુસરીને એમને રજા આપવામાં આવી છે.
આ અંગે જાણકારી આપતાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ઉદય ટીલાવતે જણાવ્યું કે, 27 વર્ષની ઉંમરના આ મહિલા દર્દીને કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતા તારીખ 21મી માર્ચના રોજ દાખલ કરવામાં આવ્યા હતા. તે પછી કોરોના પોઝિટિવ આવતા નિયમાનુસાર સઘન સારવાર આપવામાં આવી હતી. જેને સફળતા મળતા તેઓ રોગમુક્ત થયા છે.
નિયમ અનુસાર, કરવામાં આવેલા રી-ટેસ્ટમાં પણ તેઓ નેગેટિવ જણાતા તકેદારીની તમામ પ્રક્રિયાઓ પૂરી કરી તેમને રજા આપવામાં આવી છે. તકેદારી રૂપે તેમને હમણાં 14 દિવસ હોમ કવોરેન્ટાઈન હેઠળ રખાશે.
ઉલ્લેખનીય છે કે, વડોદરામાં અત્યાર સુધીમાં 9 કેસ કોરોના પીડિત જણાયા છે. જે પૈકી બીજા દર્દી સાજા થયા છે, જ્યારે એક દર્દીનું અવસાન થયું છે. હાલમાં 6 દર્દી સારવાર હેઠળ છે.