વડોદરાઃ શહેરમાં કોરોના વાઈરસથી સોમવારે વધુ એક મોત થયું છે. શ્રીલંકાના પ્રવાસથી પરત ફરેલી મહિલાનું કોરોના વાઈરસથી મોત થયું છે. જેથી વડોદરા શહેરમાં અત્યાર સુધીમાં કોરોના વાઈરસથી 2 લોકોના મોત થયા છે.
વડોદરા જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલે જણાવ્યું કે, વડોદરા શહેરના 62 વર્ષની કોરોનાગ્રસ્ત મહિલાનું સોમવારે સવારે સારવાર દરમિયાન સયાજી હોસ્પિટલમાં મોત થયું છે. આ મહિલા શ્રીલંકાના પ્રવાસેથી પાછા ફર્યા પછી 18 માર્ચે હોસ્પિટલમાં દાખલ થયા પછી તેમનો કોરોના વાઈરસનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. જે બાદ તેમની સારવાર કરવામાં આવી રહી હતી.
જોકે, સોમવારે સવારે સારવાર દરમિયાન તેમનું મોત થયું છે. વડોદરામાં કોરોના વાઈરસથી અગાઉ એક પુરુષનું મોત થયું હતું અને સોમવારે એક મહિલાનું મોત થયું છે. જેઓની ખાસવાડી સ્મશાન ખાતે અંતિમ ક્રિયા કરવામાં આવી હતી.