ETV Bharat / state

International Yoga Day 2022: 108 સૂર્ય નમસ્કાર માત્ર 20 મિનિટમાં, વિશ્વ યોગ દિવસે પ્રેરણાદાયી

આઠ વર્ષથી સમગ્ર વિશ્વમાં 21 જૂનના દિવસને વિશ્વ યોગ દિવસ (International Yoga Day 2022)તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. વડોદરાના શ્વેતાબહેન પરીખે છેલ્લા 7 વર્ષ દરમિયાન યોગને પોતાના જીવનનું અવિભાજ્ય અંગ બનાવી દીધું છે. આજે તેઓ માત્ર 18 થી 20 મિનિટમાં 108 સૂર્ય નમસ્કાર(108 Surya Namaskar)કરે છે.

International Yoga Day 2022: 108 સૂર્ય નમસ્કાર માત્ર 20 મિનિટમાં વિશ્વ યોગ દિવસે પ્રેરણાદાયી

author img

By

Published : Jun 21, 2022, 1:19 PM IST

વડોદરા: છેલ્લા આઠ વર્ષથી સમગ્ર વિશ્વમાં 21 જૂનના દિવસને વિશ્વ યોગ દિવસ તરીકે (International Yoga Day 2022)ઉજવવામાં આવી રહ્યો છે. વડોદરાના શ્વેતાબહેન પરીખે છેલ્લા 7 વર્ષ દરમિયાન યોગને પોતાના જીવનનું અવિભાજ્ય અંગ બનાવી દીધું છે. આજે તેઓ માત્ર 18 થી 20 મિનિટમાં 108 સૂર્ય નમસ્કાર (108 Surya Namaskar)કરે છે. નોંધનીય છે કે તેઓ માત્ર (Yoga day 2022)એક દિવસ માટે સૂર્ય નમસ્કાર કરે છે તેવું નથી તેઓ રોજ વહેલી સવારે ઉગતા સૂર્યની સાથે પોતાના ઘરમાં સૂર્યનમસ્કાર કરે છે. તે સાથે યોગના અન્ય આસનો પણ કરે છે.

વિશ્વ યોગ દિવસે પ્રેરણા

સૂર્ય નમસ્કાર કરીને મારા દિવસની શરૂઆત - સવારે ઉઠીને લોકો મોર્નિંગ વોકમાં જાય છે અને મોર્નિંગમાંથી આવ્યા પછી પોતાના દિવસની શરૂઆત કરે છે. જ્યારે હું સવારે ઊઠીને ઉગતા સૂર્યની સાથે 108 સૂર્ય નમસ્કાર કરીને મારા દિવસની શરૂઆત કરું છું. મારી સાથે મારા પરિવારના સભ્યો પણ સૂર્ય નમસ્કાર સહિત યોગના અન્ય આસનો કરે છે અને પોતાના દિવસની શરૂઆત કરે છે. મારો એક માત્ર ઉદ્દેશ્ય લોકો નિરોગી રહે. તે માટે હું છેલ્લા સાત વર્ષથી અથાગ પ્રયાસો કરી રહી છું.

વિશ્વ યોગ દિવસે પ્રેરણા
વિશ્વ યોગ દિવસે પ્રેરણા

આ પણ વાંચોઃ International Yoga Day 2022: CM પટેલે રિવરફ્રન્ટ સેન્ટરમાં ઉજવ્યો યોગ દિવસ

ઓનલાઇન યોગની તાલીમ અને માહિતી પૂરી પાડતી - કોરોના કાળ દરમિયાન વડોદરા સહિત અમદાવાદ, નડિયાદ, આબુધાબી, હૈદરાબાદ, મુંબઈ જેવા શહેરોમાંથી પરિવારજનો, મિત્રો દ્વારા યોગ માટે મારો સંપર્ક કરવામાં આવ્યો હતો અને હું ઓનલાઇન યોગની તાલીમ અને માહિતી પૂરી પાડતી હતી. કોરોના કાળ દરમિયાન યોગ કરવાથી અનેક લોકો કોરોનાની દહેશતથી મુક્ત રહ્યા છે અને આજે તેઓ સવારે ઉઠીને પહેલા યોગ કરે છે ત્યાર પછી જ પોતાના દિવસની શરૂઆત કરી પોતાનું આરોગ્ય સાચવી રહ્યા છે.

વિશ્વ યોગ દિવસે પ્રેરણા
વિશ્વ યોગ દિવસે પ્રેરણા

પ્રેરણા ક્યાંથી મળી - યોગ કરવાની પ્રેરણા કેવી રીતે થઈ એવા એક પ્રશ્નના જવાબમાં શ્વેતાબેને જણાવ્યું કે હું 7 વર્ષ પહેલા નિઝામપુરા ખાતે આવેલ યોગ નિકેતન કેન્દ્રમાં જતી હતી. જ્યાં યોગના ક્લાસ કર્યા હતા. તે બાદ યોગ નિકેતન કેન્દ્રમાં પણ આવતા સભ્યોને યોગ શીખવાડતી હતી અને હવે હુ યોગની તાલીમ પણ આપી રહી છું. યોગ કરવાથી શરીર અને મન સ્વસ્થ રહે છે ડિપ્રેશનમાંથી પણ મુક્તિ મળે છે નેગેટિવિટી પણ દૂર થાય છે. બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, થાઇરોઇડ કેન્સર જેવા રોગોમાં પણ રાહત મળે છે.

આ પણ વાંચોઃ International Yoga Day 2022: સિનિયર સિટીઝને અનોખી રીતે યોગ કરીને લોકોને મૂક્યા આશ્ચર્યમાં

108 સૂર્ય નમસ્કાર માત્ર 20 મિનિટમાં - સામાન્ય રીતે 108 સૂર્યનમસ્કાર કરતા એક કલાક જેટલો સમય લાગે છે, પરંતુ હું પ્રતિદિન સૂર્ય નમસ્કાર કરતી હોવાથી માત્ર 18 થી 20 મિનિટમાં 108 સૂર્યનમસ્કાર પૂર્ણ કરું છું. સૂર્ય નમસ્કાર કરવાથી શરીરમાં એક પ્રકારની ઉર્જા પેદા થાય છે અને સૂર્ય નમસ્કાર કરવાથી મળેલી ઉર્જાથી ફ્રેશ રહેવાય છે. સંભવત આવી કોરોનાની ચોથી લહેર આવી રહી છે. શરૂઆત પણ થઇ ગઇ છે. ત્યારે કોરોનાની ચોથી લહેરનો સામનો કરવા માટે અત્યારથી વિશ્વ યોગ દિવસથી સૂર્ય નમસ્કાર અને યોગ જો શરૂ કરી દેવામાં આવે તો કોરોનાની કોઇ અસર થશે નહીં. સુર્ય નમસ્કાર અને યોગના અન્ય આસનોને દરેક વ્યક્તિએ નિત્યક્રમ બનાવી દેવો જ જોઈએ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.