ETV Bharat / state

વડોદરામાં ગેરકાયદેસર ડ્રગ્સનો વેપાર કરનાર કુખ્યાત આરોપી ઝડપાયો - Campaign to detoxify

વડોદરા શહેર પોલીસ દ્વારા મિશન ક્લીન શહેરને(Mission Clean City) નશામુક્ત કરવા માટે ઝુંબેશ(Campaign to detoxify) ચાલી રહી છે. જે અંતર્ગત પોલીસ દ્વારા નશાનો વેપાર કરનાર(a drug dealer) એક પછી એક લોકોને ઝડપવામાં આવ્યા છે. ત્યારે વડોદરા SOGની(Special Operations Group) ટીમે ફતેહગંજ પોસ્ટ ઓફિસ પાસે આવેલા સામ્રાજ્ય કોમ્પ્લેક્સમાં દરોડા પાડ્યા હતા. કુખ્યાત આરોપી અમરીકસિંઘ ઉર્ફે સોનુ સરવનસિંધ મલ્હીને ઝડપી પાડ્યો હતો.

ગેરકાયદેસર ડ્રગ્સનો વેપાર કરનાર કુખ્યાત આરોપીની અટકાયત

author img

By

Published : Nov 7, 2022, 12:01 PM IST

વડોદરા: ગુજરાત ધીરે ધીરે ડ્રગ્સનું ગઢ બનતું જાય છે. જેને લઈને વડોદરા પોલીસ જાગૃત બની છે. શહેર પોલીસ દ્વારા મિશન ક્લીન ઝુંબેશ(Campaign to detoxify) ચલાવવામાં આવી રહી છે. જે અંતર્ગત વડોદરા SOGની(Special Operations Group ) દ્વારા નશાનો વેપાર કરનાર(a drug dealer) આરોપીઓને પકડવામાં આવી રહ્યા છે.

4 લાખથી વધુ કિંમતનું ડ્રગ્સ જપ્ત: વડોદરા SOGની ટીમને ફતેહગંજ પોસ્ટ ઓફિસની બાજુમાં આવેલ સામ્રાજ્ય ફ્લેટમાં ડ્રગ્સનો વેપાર ચાલતો હોવાની બાતમી મળી હતી. જેના આધારે SOGની ટીમે સામ્રાજ્ય કોમ્પ્લેક્સમાં આવેલ રીદ્ધી ટાવરમાં દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન આરોપી અમરીકસિંઘ ઉર્ફે સોનુ સરવનસિંધ મલ્હીને ઝડપવામાં આવ્યો હતો. આરોપી પાસેથી 4 લાખ 31 હજારની કિંમતના ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. જ્યારે આ ઉપરાંત 15 હજારની કિંમતના બે મોબાઈલ ફોન, 18 હજાર 530 રોકડા રૂપિયા, ડીઝીટલ વજન કાંટો તેમજ અન્ય ચીજવસ્તુઓ મળીને કુલ 4 લાખ 64 હજાર 730 રુપિયાનો નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આરોપીની અટકાયત: ઉલ્લેખનીય છે કે આ ઝડપાયેલ આરોપી છેલ્લા ત્રણ વર્ષથી ડ્રગ્સનું છૂટક વેચાણ કરે છે. બહારથી ડ્રગ્સ લાવી તેની પડીકીઓ બનાવી ગ્રાહકોને છૂટક વહેંચતો હતો. અને તેમાથી આર્થિક ફાયદો મેળવતો હતો. પોલીસે આરોપી અમરીકસિંઘ ઉર્ફે સોનુ સરવનસિંધ મલ્હી વિરૂદ્ધ માદક પદાર્થ હેરોઈનની હેરાફેરી તેમજ વેચાણનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.