રાજય સરકાર દ્વારા દર વર્ષે આ કાર્યક્રમ યોજવામાં આવે છે. બાળકો અભ્યાસ કરતા હોય તેમને આરોગ્યલક્ષી કોઇ સમસ્યા હોય તો તેની તપાસણી જરૂરી છે. કેટલાક કિસ્સાઓમાં બાળક અને માતા-પિતાને ધ્યાનમાં પણ ન હોય એવી બિમારીની પણ જાણકારી મળે છે. સમયસર યોગ્ય સારવાર મળતા નવી જિંદગી મળે છે. આ આરોગ્યલક્ષી કાર્યક્રમનો પ્રારંભ વડોદરા જિલ્લામાં આગામી તા.25 નવેમ્બરથી શરૂ થનાર છે.
આ કાર્યક્રમ અંતર્ગત નવજાત શિશુથી માંડી શાળાએ જતાં અને શાળાએ ન જતાં બાળકોને આરોગ્ય તપાસણી અંતર્ગત આવરી લેવામાં આવશે. શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમમાં આંગણવાડીના 1,06,446 પ્રાથમિક શાળાના 1,74,614 માધ્યમિક-ઉચ્ચત્તર માધ્યમિક શાળાના 49,361 તથા અન્ય શાળાના 1,549 તેમજ શાળાએ ન જતા 5,179 એમ કુલ 3,38,949 બાળકોને આવરી લેવામાં આવશે.