વડોદરા: એમ એસ યુનિવર્સિટી એક બાદ એક ત્રીજી વખત વિવાદોમાં આવી છે. એમએસ.યુનિવર્સિટીમાં એક બાદ એક વિદ્યાર્થીઓ નમાઝ અદા કરતા જોવા મળ્યા હતા. જેનો વીડિયો વાયરલ થતા વિવાદ વકર્યો છે. જેમાં ત્રીજી વખત કોઈ એક વિદ્યાર્થીની નમાઝ અદા કરતી હોવાનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં સાયન્સ ફેકલ્ટીની બોટની ડિપાર્ટમેન્ટમાં વિદ્યાર્થીની નમાઝ અદા કરતી જોવા મળી રહી છે. જે બાદ યુનિવર્સિટીના સત્તાધીશોએ આ મામલે કમિટીને તપાસ સોંપી છે.
ડિને જાહેર કર્યો પરિપત્ર: આ અંગે સુપ્રિડેન્ટ કે.એમ.ડામોર જણાવ્યું કે, સાયન્સ ફેકલ્ટીમાં ડિને પરિપત્ર જાહેર કર્યો છે કે, કોઈપણ ડિપાર્ટમેન્ટમાં કોઈ પણ ધાર્મિક પ્રવૃત્તિ કરી શકાશે નહિ. બીજી તરફ નમાઝ અદા કરતી વિદ્યાર્થીની તપાસ માટે પણ કમિટીની રચના કરવામાં આવી છે.
આ પણ વાંચો: MS યુનિવર્સિટીમાં કોમર્સ ફેકલ્ટીના બિલ્ડીંગમાં નમાઝ અદા કરતા 2 વિદ્યાર્થીને અટકાવાયા
વિદ્યાર્થીઓ દ્વારા આવેદનપત્ર: બીજી તરફ પરિપત્ર જાહેર કરાયા બાદ ઓલ ઈન્ડિયા સ્ટુડેન્ટ એસોસિએશન દ્વારા જણાવવામાં આવે છે કે, આ નમાઝ અદા કરવાની યુનિવર્સિટીમાં ત્રીજી ઘટના છે. તેમ છતાં યુનિવર્સિટી દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી. આ અંગે ગઈકાલે ડિનને અમારા ગ્રુપ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેને ધ્યાને રાખી ડિન સરે તાત્કાલિક ધોરણે પરિપત્ર બહાર પાડ્યો હતો. કે કોઈપણ પ્રકારની ધાર્મિક પ્રવૃત્તિ યુનિવર્સિટીમાં ન થવી જોઈએ. તો અમારી બસ એટલી જ માંગ છે કે, માત્ર સાયન્સ ફેકલ્ટી જ નહિ આખી યુનિવર્સિટીમાં આ અંગે તાત્કાલિક નિર્ણય લેવામાં આવે. જ્યારે સાયન્સ ફેકલ્ટીના ડિન આ નિર્ણય લઈ શકતા હોય તો સમગ્ર યુનિવર્સિટી કેમ નહિ.
આ પણ વાંચો: વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં ગર્લ્સ હોસ્ટેલના વિદ્યાર્થીઓનો વિરોધ
વિદ્યાર્થિનીનો નમાઝ પઢતો વીડિયો વાયરલ: એમ એસ યુનિવર્સીટી માંપહેલાં સંસ્કૃત ફેકલ્ટી બહાર નમાઝ પડતા યુવકોનો બે વખત વીડિયો સામે આવ્યો હતો. ત્યારે પણ હિન્દુ સંગઠનોએ રજૂઆત કરી હતી. જે બાદ વધુ એક વીડિયો સાયન્સ ફેકલ્ટીના બોટની ડિપાર્ટમેન્ટમાં મુસ્લિમ વિદ્યાર્થિની નમાઝ અદા કરતી જોવા મળતા વધુ એક વખત આ અંગે એઆઈએસએ ગ્રુપ દ્વારા તેમજ ઓલ ઈન્ડિયા સ્ટુડેન્ટ એસોસિએશન દ્વારા કાર્યવાહીની રજૂઆત કરવામાં આવી છે. એઆઈએસએ ગ્રુપ અને ઓલઈન્ડિયા સ્ટુડેન્ટ એસોસિએશન દ્વારા આ અંગે આવેદનપત્ર આપતા તાત્કાલિક ધોરણે યુનિવર્સિટીના ડિન દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જેમાં કોઈ પણ ધાર્મિક પ્રવૃત્તિ કેમ્પસમાં કરી શકાશે નહિ.