ETV Bharat / state

ભલાઈ કરવા જતા જીવ ગયો: ઝગડામાં સમાધાન કરવા આવેલા યુવાનની હત્યા - Murder of young man

વડોદરા શાંતિનગરમાં રહેતા આદર્શ રાત્રે તેમના ઘર પાસે (Murder in Vadodara) થઈ રહેલા ઝઘડા બાબતે મધ્યસ્થી કરવા ગયો હતો, ત્યારે હથિયાર વડે તેના પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન તેનું મોત થતા પોલીસે હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથધરી છે.

ભલાઈ કરવા જતા જીવ ગયો: ઝગડામાં સમાધાન કરવા આવેલા યુવાનની હત્યા

author img

By

Published : Jun 2, 2022, 8:41 PM IST

વડોદરા: શહેરના આજવા રોડ પર શાંતિનગરમાં રહેતા(Murder in Vadodara) આદર્શ શહેરમાં મોડી રાત્રે તેમના ઘર પાસે થઈ રહેલા ઝઘડા બાબતે મધ્યસ્થી કરવા જતા તીક્ષ્ણ હથિયાર વડે તેના પર હુમલો કરતાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા આદર્શ (Ajwa Road in Vadodara)શર્માને સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. પોલીસે હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથધરી છે.

હત્યા

આ પણ વાંચોઃ ત્રણ દિવસમાં હત્યાની બીજી મોટી ઘટના, આતંકીઓનો ટાર્ગેટ ચોક્કસ ધર્મના સ્થાનિક તો નથી ને?

ઝઘડાનો કરુણ અંજામ - આજવા રોડ સરદાર એસ્ટેટ પાણીની ટાંકી નજીક શાંતિ નગર સોસાયટીમાં રહેતો આદર્શ રાજ બહાદુર શર્મા તથા તેનો ભાઈ રાત્રિના સમયે પેટ્રોલ પુરાવા (Murder of young man) નીકળ્યા હતા. બાદમાં પરત ઘરે જતા હતા ત્યારે પાણીની ટાંકી પાસે જેપી નગરના વળાંક પર ઝઘડો થયો હતો. જેથી બન્ને ભાઈઓ ત્યાં રોકાઇ ગયા હતા. ફળિયામાં રહેતા કોઈ યુવાન સાથે ઝઘડો થતો હોય તેઓ ત્યાંથી રવાના થયા હતા. થોડીવાર પછી અન્ય મિત્ર સાથે તે સ્થળે દોડી આવ્યા હતા. ઝઘડાના સ્થળે હાજર હિતેશે કહ્યું હતું કે તમારા માણસને માર્યો નથી અને તેને બચાવ્યો છે. આ સાંભળી આદર્શ શર્માએ વળતો પ્રશ્ન કર્યો હતો કે તમે એને મારો છો અને કહો છો કે બચાવી રહ્યા છો. રોષે ભરાયેલા હિતેશ તથા અન્ય શખ્સોએ અચાનક હુમલો કર્યો હતો અને ચાકુ વડે આદર્શ પર હુમલો કરતાં તે લોહીલુહાણ હાલતમાં ફસડાઈ પડ્યો હતો. તેમજ તેના ભાઈને પણ માર માર્યા બાદ હુમલાખોરો ફરાર થઈ ગયા હતા.

આ પણ વાંચોઃ હત્યાનો સિલસિલો ક્યારે અટકશે ? બનાસકાંઠામાં મધુશાળામાં મદિરા લેવાનું કહીને હત્યાનો અંજામ સામે આવતા...

ભલાઈ કરવા ગયા ભલામણમાં અમારું જ ગળું કપાઈ ગયું - મૃતકની બહેન નેહલ શર્માએ જણાવ્યું હતું કે મારા બન્ને ભાઈઓ પેટ્રોલપંપ ઉપર પેટ્રોલ ભરાવવા ગયા હતા. ત્યાંથી આવતી વખતે તેમણે ઝઘડો થતાં જોયો જેથી તેમના જે પરિચિત હતા તેમને બોલાવ્યા અને ઝઘડો થાય છે. ત્યાં તેમને બોલાવીને બચાવવા માટે માટે ગયા હતા. મારા ભાઈએ તમે બધા મળીને એને મારી રહ્યા છો. તેમ કહેતા જ બધા મારા ભાઈ ઉપર તૂટી પડ્યા હતા.

ચપ્પુના ઘા મારી હત્યા - એક ભાઈને બરાબરનો માર માર્યો અને બીજા ભાઈને ચપ્પુના ઘા મારી દેતા એટલી ગંભીર હાલતમાં મૂકાઈ ગયો કે હોસ્પિટલ લઈ ગયા હતા. ડોક્ટરે પણ તેને મૃત જાહેર કર્યો હતો. રાત્રી દરમિયાન આ બનાવ બન્યો પણ પોલીસ માત્ર લખીને જતી રહી છે. પોલીસ આરોપીઓને ઓળખે છે પણ કોઇ કાર્યવાહી થઇ નથી. બસ અમારે ન્યાય જોઇએ છે ઘરમાં કમાનાર એકનો એક અને ઘર ચલાવવા વાળો પણ એકનો એક ભાઇ હતો. ભલાઈ કરવા ગયા ભલામણમાં અમારું જ ગળું કપાઈ ગયું અમારા ઘરનું જતું રહ્યું. બનાવ અંગે બાપોદ પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી પોલીસે હત્યારાઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.