મળતી માહિતી મુજબ યુનિવર્સીટી દ્વારા વિદ્યાર્થીઓને સ્ટાર્ટઅપ શરુ કરવા માટે સેન્ટર ફોર સ્ટાર્ટઅપ પણ બનાવવામાં આવ્યુ છે. જે અંતરર્ગત યુનિવર્સીટીમાં વિદ્યાર્થીઓ દ્વારા 50થી વધુ પ્રોજેક્ટ ઉપરાંત ફેબ્રુઆરી મહિનામાં આઈડિયાથોન-2019નું આયોજન કરાયુ હતુ.જેમાં વિદ્યાર્થીઓ દ્વારા રજુ કરાયેલા ઈનોવેટિવ પ્રોજેક્ટની એક કોમ્પિટિશન આગામી મે મહિનાના પહેલા સપ્તાહમાં યોજાશે.
આ કોમ્પીટીશનમાં વિજેતા થનારા પ્રોજેક્ટસને પણ સ્ટાર્ટઅપ માટે ફંડિંગ અને નાણાકીય સહાય આપવામાં આવશે તેવું આયોજન અને વિચારણા યુનિવર્સીટીના સત્તાધિશો દ્વારા કરવામાં આવ્યું છે.