વડોદરાઃ તિબેટીયન રાષ્ટ્રીય ઉદ્દભવ દિવસ 10 માર્ચ 1959નાં રોજ તિબેટીયનોએ તેમનાં રાષ્ટ્રીય બળવાનો દિવસ મનાવ્યો છે. આ દિવસનું ઐતિહાસિક મહત્વ છે. આ દિવસે હજારો તિબેટીયનો ચાઈનાના માઓવાદી શાસનના ગેરકાયદેસર કબ્જા સામે બળવો કર્યો હતો. 10 હજારથી વધુ તિબેટીયનોએ પ્રાદેશિક અખંડિતતા ,સ્વતંત્રતા અને પવિત્ર મંડળના રક્ષણ માટે 14 માં દલાઈ લામાનાં જીવન માટે બલિદાન આપ્યું હતું.
માઓવાદી શાસન દ્વારા મોટાપાયે શોષણ થયું હોવાયું છતાં તિબેટીયનોએ શરણાગતિ આપવાનો ઈન્કાર કર્યો હતો. જેના કારણે ધર્મગુરુ દલાઈ લામાંના દેશ નિકાલ માં ભાગદોડ કરવામાં સફળતા સાંપડી હતી અને ભારતના શરણાર્થી થયાં હતાં. સમગ્ર વિશ્વમાં તિબેટ સમુદાય આ દિવસને રાષ્ટ્રીય બળવો દિવસ તરીકે મનાવે છે.
જેનાં ભાગરૂપે વડોદરાની MS યુનિવર્સીટીમાં અભ્યાસ કરતાં તિબેટીયન વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય બળવો દિવસ અંતર્ગત યુનિવર્સીટી હોલ ખાતેથી બેનરો પોસ્ટરો સાથે રેલી યોજી હતી. જે રેલી યુનિવર્સીટી બોયઝ હોસ્ટેલ કેમ્પસથી નીકળી શહેરના રાજમાર્ગો પર ફરી મહાત્મા ગાંધીનગર ગૃહ ખાતે પહોંચી સંપન્ન થઈ હતી.