વડોદરાઃ સંસ્કારીનગરીમાં ગુનાખોરી અને અકસ્માતોની સંખ્યા સતત વધી રહી છે. ત્યારે હવે અહીં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. શહેરમાં એમ.એસ. યુનિવર્સિટીની 2 વિદ્યાર્થિની પરીક્ષાનું પેપર આપીને એક્ટિવા પર ઘરે જઈ રહી હતી. ત્યારે તેમની એક્ટિવાને ભીમનાથ બ્રિજથી પંચમુખી મહાદેવ તરફ જતી ઑટો રીક્ષાની ટક્કર વાગી હતી. તેના કારણે યુવતીઓ ધડાકાભેર ફંગોળાઈને એસટી બસને ટકરાઈ હતી. ત્યારે છાણીની રહેવાસી એક યુવતીનું સયાજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. ને બીજી યુવતીની હાલત નાજૂક છે.
આ પણ વાંચો Surat Accident : તાપી નદીના પુલ પર ટેમ્પો લટકાયો, એકનું મૃત્યુ
બસચાલક બસ મુકી ફરારઃ અકસ્માત બાદ સ્થાનિકો અને રાહદારીઓનું ટોળા એકત્ર થઈ ગયું હતું. ત્યારે રાજપીપળાથી પાટણ જતી એસટી બસનો ચાલક બસ બિનવારસી મૂકીને નાસી છૂટ્યો હતો. આપને જણાવી દઈએ કે, એમ. એસ. યુનિવર્સિટી કૉલેજમાં અત્યારે પરીક્ષા ચાલી રહી છે. છાણી પટેલ ફળિયામાં રહેતી કિર્તી નાયક અને વૈભવી પ્રજાપતિ પરીક્ષા આપીને એક્ટિવા પર ઘરે જઈ રહી હતી. તે દરમિયાન ભીમનાથ બ્રિજથી પંચમુખી મહાદેવ તરફ જતી વખતે પાછળથી પૂરઝડપે ઑટો રિક્ષા સાથે તેમનું એક્ટિવા ભટકાયું હતું. ને બંને યુવતી ફંગોળાઈ ગઈ હતી.
યુવતીઓ લોહીલુહાણ હાલતમાં હતીઃ બીજી તરફ લોહીલુહાણ બંને યુવતીઓને સઘન સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડાઈ હતી. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન 21 વર્ષીય કિર્તીબેન નાયક (ઉ. 21)નું કરૂણ મોત નીપજયું હતું. જ્યારે તેની મિત્ર વૈભવી પ્રજાપતિની હાલત નાજૂક હોવાનું તબીબોએ જણાવ્યું છે. મૃતક યુવતિની ડેથ બોડી કોલ્ડરુમમાં મુકાવી દુર્ઘટના અંગે રાવપુરા પોલીસે તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો Surat Accident Case : સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા ડમ્પર ગામના ગેટ સાથે ધડાકાભેર અથડાયુ, એકનું મૃત્યુ
યુવતીઓ કૉલેજથી ઘરે જઈ રહી હતીઃ આ અંગે મૃતકની મિત્રએ કહ્યું હતું કે, અમે બધા ફ્રેન્ડ્સ કૉલેજથી ઘરે જઈ રહ્યા હતા અને એની ગાડીને કોઈ ટક્કર મારીને જતું રહ્યું હતું અને આગળ ગાડી ચલાવતી યુવતીને બહુ વાગ્યું હતું. અમે બધા એક જ રૂટ પર હતા. અકસ્માત કેવી રીતે થયો તે જોયું નહીં.