વડોદરા આજે વડોદરા ખાતે ભારતની સૌ પ્રથમ સી-295 ટ્રાન્સપોર્ટ એકક્રાફ્ટ એસમ્બલિંગ (Eccraft assembling facility) સુવિધાના ટાટા અને એરબસ ગ્રુપના સંયુક્ત સાહસ દ્વારા રૂપિયા. 22 હજાર કરોડના રોકાણવાળા પ્રોજેક્ટનો શીલાન્યાસ કર્યો હતો. મેક ઇન ઇન્ડિયાની નીતિને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે ભારતીય વાયુસેના માટે સી-295 પ્રકારના ટ્રાન્સપોર્ટ એકક્રાફ્ટ ભારતમાં જ બનાવવામાં આવશે.
મેન્યુફેક્ચરિંગ હબ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, ભારત આજે દુનિયાનું સૌથી મેન્યુફેક્ચરિંગ (Eccraft assembling facility) હબ બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે. મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ ગ્લોબના મંત્ર સાથે આગળ વધી રહેલું ભારત પોતાનું સામર્થ્ય વધુ મજબૂત કરી રહ્યું છે. હવે ભારત સંરક્ષણ ક્ષેત્રમાં ટ્રાન્સપોર્ટ પ્લેન સહિતના શસ્ત્રસરંજામનું સૌથી મોટું નિકાસકાર બનશે, છેલ્લા આઠ વર્ષોમાં અમારી સરકારે જે સુધારાલક્ષી નિર્ણયો કર્યા છે, તેના પરિણામે ભારતમાં મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર માટે એક અભૂતપૂર્વ વાતાવરણ નિર્માણ પામ્યું છે.
આર્થિક સુધારાઓની નવી ગાથા ભારતમાં આર્થિક સુધારાઓની નવી ગાથા લખાઇ રહી છે. આ નિર્ણયોના પરિણામે તેનો સૌથી વધુ ફાયદો મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રને થયો છે. આજે આપણે ભારતને વિશ્વનું મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાની દિશામાં એક મોટું પગલું ભર્યું છે. ભારત ફાઈટર જેટ, ટેન્ક, સબમરીન, દવાઓ, રસી, ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ, મોબાઈલ ફોન અને કાર બનાવી રહ્યું છે. જે ઘણા દેશોમાં નિકાસ થાય છે. તેમણે એવો પ્રબળ આશાવાદ વ્યક્ત કર્યો કે, ભારત ટૂંક સમયમાં મોટા પેસેન્જર એરક્રાફ્ટ્સનું ઉત્પાદન કરશે. જેના ઉપર લખેલા 'મેડ ઇન ઇન્ડિયા' શબ્દો ઉપર આપણે ગર્વ કરી શકશું.
સશસ્ત્ર દળોને જ શક્તિ આ એરક્રાફ્ટ ઉત્પાદન એકમમાં દેશના સંરક્ષણ અને પરિવહન ક્ષેત્રને બદલવાની શક્તિ છે. ભારતીય સંરક્ષણ ક્ષેત્રમાં આટલું મોટું રોકાણ પહેલીવાર થઈ રહ્યું છે. અહીં ઉત્પાદિત ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ્સ માત્ર સશસ્ત્ર દળોને જ શક્તિ આપશે નહીં પરંતુ તે એરક્રાફ્ટ ઉત્પાદનની નવી ઇકોસિસ્ટમ વિકસાવવામાં મદદ કરશે. વડોદરા જે સાંસ્કૃતિક અને શિક્ષણ કેન્દ્ર તરીકે પ્રખ્યાત છે, તે ઉડ્ડયન ક્ષેત્રના હબ તરીકે નવી ઓળખ પ્રસ્થાપિત કરશે. આ એકમ સાથે 100થી વધુ એમએસએમઇ પણ જોડાયેલા છે. જેનાથી 'મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ ગ્લોબ'ના મંત્રને તેનાથી વેગ મળશે અને આ પ્રોજેક્ટ ભવિષ્યમાં અન્ય દેશોમાં એકક્રાફ્ટ નિકાસ કરતું થઇ જશે.
ગુજરાત આજે રોલ મોડેલ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, વિકાસના દરેક ક્ષેત્રમાં ગુજરાત આજે રોલ મોડેલ છે અને દેશનું ગ્રોથ એન્જિન બની ચૂક્યું છે, ત્યારે હવે વડોદરા ખાતે સી-295 એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું ખાતમુહૂર્ત એ પ્રત્યેક ગુજરાતીઓ માટે ગર્વની વાત છે. ડિફેન્સ એક્સ્પોના સફળ આયોજન અને યજમાનીનો પણ તેમણે આ પ્રસંગે ઉલ્લેખ કરવાની સાથે આ ઉપલબ્ધિ નરેન્દ્ર મોદીના અવિરત પ્રયાસ અને વિઝનરી લીડરશીપનું જ પરિણામ હોવાનું તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.
વૈશ્વિક સ્તર પર ભારતની ઓળખ રાજનાથસિંહે જણાવ્યું કે, નરેન્દ્ર મોદીની આગેવાનીમાં દેશ ખૂબ જ આગળ વધી રહ્યો છે. વૈશ્વિક સ્તર પર ભારતની ઓળખ ખૂબ જ વધી છે. પહેલા આંતરાષ્ટ્રીય સ્તર પર ભારતની વાતને ગંભીરતાથી ન્હોતી લેવાતી, પરંતુ હવે આંતરરાષ્ટ્રીય સ્તર પર જ્યારે ભારત બોલે છે ત્યારે આખી દુનિયા કાન ખોલીને સાંભળે છે કે ભારત શું બોલી રહ્યુ છે. તેમણે એમ પણ કહ્યું કે, સુરક્ષાના સાધનો બનાવવામાં પણ દેશ આત્મનિર્ભર બની રહ્યો છે.