મુંબઇની મોડેલ સપના (સપ્પુ)એ વડોદરાના રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડીયાના પ્રમુખ રાજેશ ગોયલ સાથે લગ્ન કર્યા બાદ તેમનું એક બાળકને લઇને હાલ તે મુંબઈ રહે છે. ત્યારે પતિ રાજેશ ગોયલ સાથે તેમનો ડિવોર્સનો કેસ ચાલે છે.
જેમાં મુખ્ય ભરણ પોષણની પણ માંગ કરેલી છે, ત્યારે અંધેરી કોર્ટમાં ચાલતા આ કેસને લઇને કોર્ટે સમન્સ પણ મોકલેલ તેમ છતા રાજેશ હાજર થયો નહોતો, જેથી સપના સમગ્ર મામલે વડોદરા પોલીસ કમિશનરને રજુઆત કરવા પહોચી હતી. ત્યારે પોતાના પતિ પર પણ આક્ષેપ કર્યા હતા. જોકે આ સમગ્ર મામલે પીડિત મોડેલના પતિ રાજેશ કમિશ્નર કચેરી ખાતે પત્રકારો સામે પોતાની પ્રતિક્રિયા આપી હતી અને જણાવ્યું હતું કે આ અમારી મારી મેટર છે સમય આવતા ખુલાસો કરીને જવાબ આપીશ.
મહત્વનુ છે કે રાજકીય વર્ગ ધરાવતા પતિ અને પત્ની વચ્ચે કયા કારણોસર અણબનાવ બન્યો તે બાબતે પત્નિએ કરેલા આક્ષેપના જવાબ પતિ રાજેશ ગોયલે આપ્યા ન હતા ત્યારે હવે જોવાનુએ રહ્યુ કે આગળ આ મામલે કયા પ્રકારના ખુલાસા પતિ દ્રારા કરાય છે અને હાઇ પ્રોફાઇલ ડીવોર્સ મેટરમાં ક્યા નવા વળાંક આવે છે તે જોવું રહ્યું.