વડોદરા: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કાર્યરત કેન્દ્ર સરકારને સફળતા પૂર્વક નવ વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમાં જન સંપર્ક અભિયાન અંતર્ગત ભારતીય જનતા પાર્ટી દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરિષદમાં મહારાષ્ટ્ર સરકારના કેબિનેટ પ્રધાન ચંદ્રકાંત પાટીલની ઉપસ્થતિ રહી હતી. મહારાષ્ટ્રના અહેમદનગરમાં મુસ્લિમો દ્વારા ઉર્સમાં ઔરંગઝેબના ફોટો લઈને ડાન્સ કરવાનો મામલે સવાલ કરવામાં આવ્યો હતો.
કેબિનેટ પ્રધાનની ચેતાવણી: આ મામલે મહારાષ્ટ્ર સરકારના કેબિનેટ પ્રધાન ચંદ્રશેખર પાટીલે જણાવ્યુ હતુ કે, મહારાષ્ટ્ર સરકારના ડેપ્યુટી મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડનવીસએ તાત્કાલિક એક્શન લેવાના આદેશ આપ્યા છે. અમારી સરકાર પોતાના આગ્રહ પર કામ કરી રહી છે અને તેનું આ રિએક્શન છે. અહેમદનગરએ અહલ્યાબાઈનું જન્મ સ્થળ છે. અમે ત્યાં અહલ્યાબાઈની પ્રતિમા સ્થાપિત કરી છે. અહેમદનગર નામ અમને સ્વીકાર નથી અને હવે તેનું નામ અહલ્યાનગર નામ લઈશું જેનો આ વિરોધ છે. આવા કૃત્ય કરનારને મહારાષ્ટ્ર સરકાર સાંખી નહીં લે. જવાબદારો લોકો સામે એક્શન લેવામાં આવશે તેવી સ્પષ્ટ બાબત કહી હતી.
સરકાર જન-જન સુધી પહોંચી: વધુમાં જણાવ્યું હતું કે, વર્ષ 2004 થી 2014 સુધી જેની સરકાર હતી તેમ વિવિધ ગોટાલામાં જનતાનો વિશ્વાસ ટૂંકાયો હતો. બાદમાં 2014 થી આજ દિન સુધી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનતાનો વિશ્વાસ કેળવ્યો છે. ગુજરાત સરકારમાં કામ કર્યા બાદ પ્રધાનમંત્રી બન્યા. વર્ષ 1989થી ક્યારે સ્પષ્ટ બહુમતીની સરકાર નહતી બની જે આ સરકારમાં સ્પષ્ટ બહુમતી મળી છે. વિવિધ યોજનાઓના માધ્યમથી આગળ વધ્યા અને સામાન્ય માણસને સાથે રાખી કામ કર્યું છે જેથી આજે ડિજિટલાઇઝેશન માટેની પહેલ સફળ રહી છે. સામાન્ય માણસનું બેંક ખાતું ન હતું જે વડાપ્રધાન દ્વારા કરોડો લોકોના બેંક એકાઉન્ટ ખોલી સાકાર કરવામાં આવ્યા છે. જેથી આ સરકાર સામાન્ય જન જન સુધી પોહચી છે જેથી સ્પષ્ટ બહુમતી મળી છે.