ETV Bharat / state

Mayo Mayo disease: માયો માયોથી પીડિત બે બાળકોની સયાજી હોસ્પિટલમાં કરાઈ જટિલ સર્જરી - Children suffering from Mayo Mayo

રોગ માયો માયોથી (Mayo Mayo disease)પીડિત બે બાળ દર્દીઓના પરિવારો ઈલાજ માટે ઠેર ઠેર ભટક્યા હતાં. આખરે વડોદરાની સયાજી હોસ્પિટલમાં (Sayaji Hospital, Vadodara)સચોટ રોગ નિદાન અને સફળ સર્જરી કરી બાળકો નવજીવન આપવામાં આવ્યું છે.

Mayo Mayo disease: માયો માયોથી પીડિત બે બાળકોની સયાજી હોસ્પિટલમાં કરાઈ જટિલ સર્જરી

author img

By

Published : Mar 5, 2022, 5:19 PM IST

વડોદરાઃ સાડા પાંચ વર્ષની ઉંમરના ડાકોરના મહંમદ અરફાન શેખ અને વડોદરાના યાકુતપુરાના 8 વર્ષના મહંમદ હસનને વારંવાર લકવાનો હુમલો થતો હતો. બંનેના પરિવારજનો આ બાળકોને લઈ વિવિધ( Children suffering from Mayo Mayo)જગ્યાઓએ ખાનગી દવાખાનાઓમાં ગયા હતા. નાણાં ખર્ચ્યા પણ કોઈ ઈલાજ ના મળ્યો કે રાહત ના થઈ. આખરે પરિવારજનોએ સરકારી સયાજી હોસ્પિટલનો (Sayaji Hospital, Vadodara)સહારો લીધો હતો.

માયો માયોથી પીડિત બે બાળકો

બાળકોને રોગ સામે રાહત અપાવી

ન્યુરો સર્જરી વિભાગના વડા ડૉ.અમેય પાટણકર તથા તેમના સહયોગી ડૉ. પાર્થ મોદી અને ડૉ.યક્ષ સોમપુરા તથા તબીબોની ટીમે બાળકોમાં જવલ્લેજ થતાં અને મગજને લોહી પહોંચાડતી ધમનીઓમાં સંકોચનના લીધે લોહીનો અપૂરતો પુરવઠો મળવાના લીધે થતાં માયો માયો નામના રોગથી (Mayo Mayo disease)પીડિત હોવાનું નિદાન કર્યું હતો. લગભગ 5 કલાકથી પણ લાંબી ચાલતી જટિલ સર્જરી કરીને આ બાળકોને માયો માયો રોગ સામે રાહત અપાવી હતી.

આ પણ વાંચોઃ અસાધારણ બીમારીઓ સમયે કામ કરવા માટેની નીતિ

જટિલ સર્જરી વિનામૂલ્યે કરવામાં આવી

મહંમદ અરફાનના કાકા અઝહર શેખે જણાવ્યું હતું કે ખાનગી હોસ્પિટલોમાં આ રોગની સારવાર ઘણી જ ખર્ચાળ છે જે અમારા પરિવારને પોસાય તેમ ન હતી. આણંદ, અમદાવાદના ખાનગી દવાખાનાઓના પગથીયા ઘસવા છતાં નિદાન કે ઈલાજ મળતો ન હતો. આખરે સયાજી હોસ્પિટલના ન્યુરો સર્જરી વિભાગે નાણાંકીય અને માનસિક રાહત અપાવી હતી. ખૂબ મોટી અને જટિલ સર્જરી વિનામૂલ્યે કરવામાં આવી હતી. આ સર્જરીનો ખાનગી દવાખાનામાં 5 થી 6 લાખનો ખર્ચ થતો હોય છે. ખાનગી દવાખાનાઓ કરતાં અમને ઘણું સારું પરિણામ મળ્યું છે.
આ પણ વાંચોઃ આયર્નની ઉણપથી બાળકોના શારીરિક અને માનસિક અસર પડે છે, આ અંગે શું કહે છે નિષ્ણાંત? જુઓ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.