- વડોદરામાં વેક્સિન ગ્રાઉન્ડ પર યુવતી પર દુષ્કર્મ કેસ
- 11 દિવસ બાદ પણ અમદાવાદ-વડોદરા ક્રાઇમ બ્રાન્ચ શોધી શકી નથી
- પોલીસને કર્ણાટકના એક શખ્સ પર શંકા
વડોદરાઃ વડોદરામાં વેક્સિન ગ્રાઉન્ડ પર ગત મહિને સામુહિક દુષ્કર્મની ઘટના ઘટી હતી. જે નવસારીની યુવતી પર દુષ્કર્મ તેમજ આત્મહત્યા કેસમાં 5 એજન્સી અને 35 ટીમો તપાસ કરી રહી છે. તેમ છતાં, 11 દિવસ પછી પણ આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. રેલવે પોલીસ તેમજ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ તેમજ વડોદરા ક્રાઇમ બ્રાન્ચ(vadodara Crime Branch) આરોપીને હજુ સુધી શોધી શકી નથી. આ ઉપરાંત કેસમાં સામૂહિક દુષ્કર્મ થયો હોવાનું જાણવા મળી રહ્યું છે. પરંતુ હજુ સુધી પોલીસે ગુનો નોંધાયો નથી. રોજે રોજ પોલીસ માત્ર વેક્સિન મેદાનની મુલાકાત લે છે અને અન્ય ટીમો માત્ર સીસીટીવી ફૂટેજ જ ચકાસીને સંતોષ માની રહી છે.
યુવતીના શરીર પર ઈજાનાં 3 નિશાનો
પોલીસની તપાસમાં યુવતીની ડાયરી તેમજ યુવતીની બાજુમાંથી ફોન મળી આવ્યો છે. ફોન તેમજ ડાયરીના આધારે યુવતીની ઓળખ થઈ હતી. ડાયરીમાં દુષ્કર્મની વિગતો મળતાં ખળભળાટ મચી ગયો હતો. યુવતીના શરીરને પોસ્ટમોર્ટમમાં મોકલ્યું હતું. પોસ્ટમોર્ટમમાં યુવતીના શરીર પર ઈજાનાં 3 નિશાનો હોવાનું જાણવા મળ્યું હતું. જેમાં હાથ, જાંઘ અને કમરના નીચેના ભાગે હતી. આ સેમ્પલો FSLને(ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી વિભાગ) પણ મોકલવામાં આવ્યાં છે, જેના આધારે યુવતી પર દુષ્કર્મ થયું છે કે નહીં તે સ્પષ્ટ થશે. ડાયરીમાં વડોદરાના વેક્સિન ગ્રાઉન્ડમાં દુષ્કર્મની(Mischief at Vaccine Ground Vadodara) બાબત તેમજ યુવતીએ આત્મહત્યા કરી છે કે નહી તે બાબતે વડોદરા શહેર પોલીસ હજી સુધી દુષ્કર્મનો ગુનો કેમ નોંધતી નથી તે અંગે અનેક પ્રશ્નો ઊઠી રહ્યા છે. આ બનાવના દિવસે બસ ડ્રાઇવરને યુવતી જોવા મળ્યા બાદ તેની મદદે પહોંચેલા 2 પશુપાલકોને પોલીસે શોધી કાઢ્યા છે. તેમજ બંનેની પૂછપરછ કરવામાં આવી હતી.
પોલીસની તપાસમાં નવું નામ સામે આવ્યું
પોલીસ તપાસમાં નવું નામ આવ્યું છે કે પોલીસને કર્ણાટકના ઈમરાન નામના શખ્સ ઉપર શંકા છે. કેમ કે ઈમરાને પીડિતાને કોલ કર્યો હતો જેમાં તેણે 36 સેકેન્ડ વાત કરી હોવાનું પોલીસ તપાસ ખુલ્યું છે. આ ઉપરાંત વધુ તપાસ માટે પોલીસની એક ટીમ વડોદરાથી કર્ણાટક(Karnataka Police from Vadodara) પણ રવાના કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ વડોદરા રેપ કેસ મામલે રેલ્વે રેન્જ IGએ આપ્યું નિવેદન, કહ્યું- "કોઈપણ સંજોગોમાં ટ્રેક કરવામાં આવશે"
આ પણ વાંચોઃ હાર્દિક પંડ્યાનો સમય ખરાબ, કસ્ટમ વિભાગે હાર્દિક પાસેથી 5 કરોડની 2 ઘડિયાળો જપ્ત કરી