ETV Bharat / state

વડોદરામાં વાજતે-ગાજતે નીકળ્યો ભગવાન નરસિંહજીનો 287મો વરઘોડો, ચાલ્લાં બાદ થયાં ભગવાન નરસિંહજીના લગ્ન - વડોદરાના સમાચાર

દેવ-દિવાળીના પર્વે રાજ્ય સહિત દેશભરમાં અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે વડોદરા શહેરમાં વાજતે-ગાજતે ભગવાન નરસિંહજીનો 287મો વરઘોડો યોજવામાં આવ્યો હતો. શહેરના એમજી રોડ ઉપર નરસિંહજીની પોળમાં આવેલ નરસિંહજીના મંદિરેથી બપોરે ભગવાનનો વરઘોડો નીકળ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં ભક્તજનો જોડાયા હતા.

વડોદરામાં વાજતે-ગાજતે નીકળ્યો ભગવાન નરસિંહજીનો 287મો વરઘોડો

author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 28, 2023, 10:25 AM IST

વડોદરામાં વાજતે-ગાજતે નીકળ્યો ભગવાન નરસિંહજીનો 287મો વરઘોડો

વડોદરા: વડોદરા શહેરમાં વાજતે-ગાજતે ભગવાન નરસિંહજીનો 287મો વરઘોડો યોજવામાં આવ્યો હતો. શહેરના એમજી રોડ ઉપર નરસિંહજીની પોળમાં આવેલ નરસિંહજીના મંદિરેથી બપોરે ભગવાનનો વરઘોડો નીકળ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં ભક્તજનો જોડાયા હતા. ત્યારે હાથી ઘોડા પાલખી. જય નરહરી લાલકી"ના ગગન ભેદી જયઘોષ સાથે સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો.

સૌપ્રથમ ચાંલ્લા વિધિ: સૌપ્રથમ ભગવાન નરસિંહજીના લગ્ન નિમિત્તે ચાંલ્લાની વિધિ કરવામાં આવી હતી. આ ચાંલ્લાની વિધિમાં વડોદરા શહેરના ધારાસભ્ય અને વિધાનસભાનાં દંડક બાલુભાઈ શુકલ, કોર્પોરેશનના મેયર પિંકીબેન સોની, સ્થાનિક કાઉન્સિલરો તેમજ રાજકીય મહાનુભવોએ હાજરી આપી હતી. સાથે સાથે ભગવાનને જામફળ, ડ્રેગન ફ્રુટ, પાન વગેરે આકર્ષણનું એક કેન્દ્ર બન્યું હતું. મોટી સંખ્યામાં ઉપસ્થિત ભકતજનોની હાજરીમાં ચાંલ્લાની વિધિ સંપન્ન કર્યા બાદ લગ્નની વિધિ પણ સંપન્ન કરવામાં આવી હતી.

ભગવાન નરસિંહજીનો વરઘોડો: ઐતિહાસિક પરંપરા મુજબ ભગવાન નરસિંહજીના લગ્ન સંપન્ન કરવામાં આવ્યા હતાં, અને આ લગ્નમાં ભગવાન અલૌકિક અભૂષણોથી સજ્જ થઈ પાલખીમાં બિરાજમાન થઈ સાજન મહાજન સાથે લગ્ન કરવા માટે શોભાયાત્રા સાથે નીકળ્યા હતાં. વરઘોડામાં મહિલાઓએ રમણ દીવડા સાથે પ્રમુખ સ્થાન લીધું હતું .સાથી મહિલાઓ લગ્નના ગીતો ભારે ઉત્સાહભેર ગાઈને જ સફેદ પોષાકમાં સજ્જ મંદિર પરિવારનાં લોકો જોડાયાં હતા. આ ઉપરાંત વરઘોડામાં ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી તેમજ અન્ય રાજકીય આગેવાનો પણ જોડાયા હતા. એટલું જ નહીં પરંતુ શહેરના ભક્તજનો પણ મોટી સંખ્યામાં જોડાયા હતાં. વરઘોડો પોળની બહાર આવતાની સાથે જ આતશબાજી કરી ભગવાનનું સ્વાગત કરવામાં આવ્યું હતું. લહેરીપુરા દરવાજાથી લઈને તુલસીવાડી સુધીનાં મુખ્ય માર્ગો માનવ મહેરામણથી ઉભરાઈ ગયાં હતાં. સમગ્ર રાજમાર્ગ ઉપર મેળા જેવો માહોલ પણ જોવા મળ્યો હતો

મહત્વપૂર્ણ છે કે, દેવ દિવાળીના દિવસે ભગવાન નરસિંહજીના લગ્ન સંપન્ન થયાં હતાં. ત્યાર બાદ હિન્દુ શાસ્ત્ર મુજબ લગ્ન સહિતના શુભ પ્રસંગોની કંકોત્રી ભગવાનનાં ચરણોમાં મૂકવા માટે પણ શહેરનાં ભક્તજનો ઉમટી પડ્યા હતા. આ પ્રસંગે સમગ્ર રાજમાર્ગ ' નરહરી લાલકી જય ' ના જયનાદ સાથે ગુંજી ઉઠ્યો હતો.

  1. 700 વર્ષ જૂના હિરાભાગોળના કિલ્લામાં સ્થાપિત ગઢ ભવાની માતાના મંદિરની થશે કાયાકલ્પ, મંદિરના વિકાસ માટે ૨.૧૦ કરોડ રૂપિયાની ગ્રાન્ટ મંજૂર
  2. ઐતિહાસિક શહેર ડભોઇ-દર્ભાવતી આવેલ ઐતિહાસિક 'લાલા ટોપીની વાવ' ખાતે કારતકી પૂનમે ઉમટી પડે છે ભીડ, જાણો શું છે લોકવાયકા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.