વડોદરા : ગુજરાતના એક માત્ર કહેવાતા લીકર કિંગ મુકેશ હરજાણીની 2016માં તેના જ કેટલાક નિકટના સાથીઓ દ્વારા હત્યા કરવામાં આવી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતુ. મુકેશ હરજાણીની હત્યા મામલે વડોદરાના સીટી (Murder case in Vadodara) પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધાયો હતો. હત્યાના ગુનામાં હરજાણીના નિકટના કેટલાક સાથીઓના નામ પોલીસ ચોપડે નોંધાયા હતા. જેમાં ચંદીગઢના જોગીન્દર શર્માનું પોલીસ ચોપડે નામ નોંધાયું હતુ. જોકેહરજાણી કેસમાં વડોદરા પોલીસ જોગીન્દર શર્મા સુધી પહોંચી ન શકી તેમજ તેને પકડવામાં નિષ્ફળ સાબીત થઇ હતી. ત્યારે સાત વર્ષથી વોન્ટેડ જોગીન્દર શર્માની મધ્યપ્રદેશથી સ્ટેટ મોનિટરીંગ સેલે ઘરપકડ કરી હતી અને હવે વડોદરા પોલીસે ટ્રાન્સફર વોરંટથી તેનો કબજો મેળવી બે દિવસના રિમાન્ડ મેળવ્યાં છે. (Liquor King Mukesh Harjani Murder)
2016માં હરજાણીની હત્યા સુત્રો અનુસાર ગુજરાતમાં એક સમયે ગેરકાયદે દારૂની રેલમછેલ કરવામાં આવી રહીં હતી. કોઇપણ પ્રકારની રોકટોક વગર રાજસ્થાન, હરિયાણાથી વિપુલ પ્રમાણમાં દારૂનુ જથ્થો ગુજરાતમાં ઠાલવવામાં આવતો હતો. રાજ્ય બહરાથી ગુજરાતમાં ઠાલવવામાં આવતો દારૂના જથ્થાનુ આખુ નેટવર્ક મુકેશ હરજાણી સંભાળતો હતો. આ ગુનાખોરીમાં તેના નિકટના લોકો જ તેનો સાથ આપતા હતા અને જોગીન્દર શર્મા જેવા લોકો રાજ્ય બહારથી દારૂનો જથ્થો મુકેશ હરજાણી ગેંગને પુરૂ પાડતા હતા. આ દરમિયાન કોઇ કારણોસર વર્ષ 2016માં મુકેશ હરજાણીની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી. (Vadodara Police)
આખરે સ્ટેટ મોનીટરીંગ સેલે ઝડપી પાડ્યો મુકેશ હરજાણીની હત્યાના સમાચાર વાયુવેગની જેમ પ્રસરતા અંધારી આલમમાં સન્નાટો છવાઇ ગયો હતો. તો બીજી તરફ પોલીસ મુકેશની હત્યા કોણે કરી તેની તપાસમાં લાગી હતી. તેવામાં મુકેશની હત્યામાં તેનીજ નિકટના કેટલાક લોકોની સંડોવણી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતુ. મુકેશ હરજાણી હત્યા મામલે વડોદરાના સીટી પોલીસ સ્ટેશન ખાતે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો. જેમાં 11 ગુનેગારો પૈકી જોગીન્દર શર્માનું પણ પોલીસ ચોપડે નોમ નોંધાયું હતું. જોકે આ 11 પૈકી કેટલાકે કોર્ટે સરેન્ડર કર્યું અને કેટલાક પોલીસના હાથે ઝડપાયા હતા. પરંતુ જોગીન્દર શર્માને વડોદરા પોલીસ પકડવામાં નિષ્ફળ સાબીત થઇ હતી.
આ પણ વાંચો ડિંડોલી હત્યા કેસ: આરોપી ઝડપાયો, મૃતક પણ હતો જેલ રિટર્ન
જોગીન્દર સામે 28 ગુના ચંદીગઢના જોગીન્દર શર્માનું નામ સૌથી વધુ મુકેશ હરજાણી હત્યા કેસમાં ઉછડ્યું હતુ. જોગીન્દર શર્મા સામે અમદાવાદ, આણંદ, ભાવનગર, રાજકોટ, તાપી, ગાંધીનગર, પંચમહાલ, વડોદરા, જુનાગઢ, નર્મદા, નડીયાદ, અરવલ્લી તેમજ રાજપીપળા ખાતે પ્રોહિબીશનના ગુનાઓ નોંધાયેલા છે. આમ જોગીન્દર શર્મા સામે ગુજરાતના વિવિધ પોલીસ સ્ટેશનોમાં કુલ 28 જેટલા ગુનાઓ નોંધાયેલા હતા. જેમાંથી 9 ગુનાઓમાં તે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. (Vadodara Crime News)
મધ્યપ્રદેશથી ધરપકડ કરાઈ આ દરમિયાન સ્ટેટ મોનિટરીંગ સેલના વડા તરીકે નિર્લિપ્ત રાયની નિમણૂક થતાં વોન્ટેડ અને લીસ્ટેડ ગુનારોની કુંળડી ખોલવામાં આવી, જેમાં જોગીન્દર શર્માનું નામ પણ સામે આવ્યું હતુ. જેથી SMCની ટીમ જોગીન્દર શર્માની સતત શોધમાં હતી. તેવામાં ગત. તારીખ 17 નવેમ્બરના રોજ મધ્યપ્રદેશથી જોગીન્દર શર્માને ઝડપી લેવામાં આવ્યો હતો. ત્યારબાદ તેના રિમાન્ડ મેળવી કડકાઇથી પુછતાછ હાથ ધરવામાં આવી હતી. (Mukesh Harjani Murder)
આ પણ વાંચો Katihar Gang War: 5 શખ્સોની હત્યાના 4 શાર્પ શુટરોની સુરતથી ધરપકડ
હત્યા મામલે નવો ખુલાસો બહાર આવી શકે છે હવે જોગીન્દર શર્મા સામે વડોદરામાં મુકેશ હરજાણી હત્યા કેસનો ગુનો નોંધાયેલો છે. તેમજ પ્રોહિબીશનના ગુનામાં પણ તે વોન્ટેડ હોવાથી વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ટ્રાન્સફર વોરન્ટના આધારે તેનો કબજો મેળવી બે દિવસના રિમાન્ડ મેળવ્યાં છે. જોગીન્દર શર્માની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કડકાઇથી પુછતાછ કરવામાં આવે તો મુકેશ હરજાણી કેસમાં નવો ખુલાસો થાય તેવી શક્યતાઓ સેવાઇ રહીં છે.