સુપ્રિમ કોર્ટ દ્વારા થર્ડ જેન્ડરને માન્યતા આપ્યા બાદ પણ સમાજમાં થર્ડ જેન્ડરને અલગ રીતે જોવામાં આવે છે. ત્યારે એના વિરોધમાં LGBTQ સમુદાય દ્વારા વડોદરાના સયાજીગંજ સર્કલથી લઈને ફતેગંજ યોગા નિકેતન સુધી રૅલી યોજવામાં આવી હતી. આ રૅલીમાં રાજ્યભરમાંથી 250થી વધુ થર્ડ જેન્ડરે ભાગ લીધો હતો.
આ રૅલીમાં વિવિધ પોસ્ટર અને બેનર દ્વારા LGBTQ સમુદાયને થઈ રહેલા અન્યાયના વિરોધમાં સૂત્રોચ્ચાર તેમજ પોસ્ટર પણ લખવામાં આવ્યા હતા. જો કે LGBTQ સમુદાયના આગેવાને જણાવ્યું હતું કે, સમાજમાં થર્ડ જેન્ડરને પણ સન્માનની જરૂર છે. તેમને પણ સન્માનની નજરોથી જોવામાં આવે તેવું તેઓ ઈચ્છે છે. જેને લઈને LGBTQ સમુદાય દ્વારા આ રૅલીનું આયોજન કરવામાં આવ્યું હતું.