વડોદરા: વડોદરા જિલ્લાના કરજણ નજીકના સિમળી- રાણાપુર ગામ નજીક બે દીપડા દેખાતા આસપાસના રહીશો એ વન વિભાગને જાણ કરી હતી. જેથી સાવચેતીના ભાગરૂપે વન વિભાગે એક પિંજરૂ મૂક્યું હતું. દીપડાને રેસ્કયુ કરવાની કામગીરી કરવામાં આવી હતી. પરંતુ ખેતરમાં સુરક્ષા માટે લગાવવામાં આવેલ તારમાં વાડમાં તે ફસાઈ ગયો હતો. જ્યાંથી રેસ્કયુ કર્યા બાદ તેનો મોત નિપજયું હતું.
ટીમ ઘટના સ્થળે: છેલ્લા કેટલાય સમયથી વડોદરા જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં જંગલી પ્રાણીઓ દેખાઈ રહ્યો હોવાની ફરિયાદ મળી રહી છે. જેને લઈને વડોદરા જિલ્લાના કરજણ નજીક સિમડી- રાણાપુર ગામના લોકોની પણ આ જ પરિસ્થિતિ હતી. તે ગામના રહીશોએ દીપડો દેખાયો હોવાની જાણ વન વિભાગને કરી હતી. વન વિભાગ દ્વારા આ વિસ્તારમાં તેને રેસ્કયુ કરવા માટે પિંજરું મુકવામાં આવ્યું હતું.
આ પણ વાંચો Vadodara News: 10થી 15 લોકો પર રખડતા શ્વાનો હુમલો, સ્થાનિકો ઘરમાં ને ઘરમાં
આ વિસ્તારમાંથી હાલ એક દીપડો મળી આવ્યો છે. પરંતુ આ જ વિસ્તારમાં બીજો દીપડો પણ હાલ નજીકના વિસ્તારમાં જ હશે. તેઓના અનુમાન પ્રમાણે આ વિસ્તારમાં મેલ ફિમેલ ની જોડી હશે. જેમાં થી જેમાં એક દીપડો આજે મૃત અવસ્થામાં મળી આવે છે. જેની પર અમે કબ્જો કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે--આકાશ પટેલ
પગ ફસાઈ ગયો: ખેતરમાં સુરક્ષા માટે લગાવેલી વાડમાં તેનો પગ ફસાઈ ગયો હતો. એ પછી તેનું મોત નિપજ્યું હતું. તેના મોતની જાણ આસપાસના રહીશોએ વન વિભાગને કરી હતી. જેથી વન વિભાગ અને નેચરલ ફાઉન્ડેશનની ટીમ ઘટના સ્થળે તાત્કાલિક દોડી આવી હતી. દીપડાના મૃતદેહ ઉપર કબજો મેળવી વધુ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પરંતુ આ વિસ્તારમાં બે દીપડા હોવાની જાણ વન વિભાગ પાસે હતી. પણ હાલ એક જ દીપડો ઝડપાયો છે તે પણ મૃત અવસ્થામાં ઝડપાયો હતો. પરંતુ હાલ એક દીપડાની શોધખોળ ચાલુ છે. તેને રેસ્ક્યુ કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો Vadodara News : ડભોઇ તેનતળાવથી વણીયાદ માઈનોર કેનાલમાં વિદ્યાર્થી ગરકાવ થયો
દીપડો અવસ્થામાં મળ્યો: કરજણ નજીકના એક ગામે દીપડો દેખાયો તો દીપડાની હાજરીના નિશાનો ગામના લોકોએ મકાઈના ખેતરમાંથી મળી આવ્યા હતા.જે વાત ગામ લોકોએ વન વિભાગને કરી હતી અને વણ વિભાગ દ્વારા રેસ્કયુ કરવા માટે પિંજરું મોકલાવ્યું હતું. પરંતુ આ દીપડો પિંજરામાં પુરાયો ન હતો જેથી વન વિભાગને. રેસ્કયુ કરવામાં સફળતા મળી ન હતી. બીજી તરફ જો વાત કરવામાં આવે તો વન વિભાગ દ્વારા દીપડાને શોધવાની કામગીરી પણ કરવામાં આવી છે. તેવામાં આજે દીપડા થી બચવા માટે ખેતરમાં પશુઓ અથવા અજાણ્યા વ્યક્તિઓનો પ્રવેશ અટકાવવા માટે લગાડવામાં આવેલા તારની ફેન્સીંગમાં ફસાઈ ગયો હતો.