વડોદરા: ચાંદોદના વિદ્ધાન પંડિતો-બ્રાહ્મણોએ સીએમના પુત્ર અનુજના સ્વાસ્થ્યની તંદુરસ્તી માટે લઘુ રૂદ્ર યજ્ઞ કરવાની જાહેરાત કરી હતી. તે મુજબ આજરોજ પંડિતો દ્રારા લઘુરૂદ્ર યજ્ઞ યોજાયો હતો. રાજ્યના સીએમ ભુપેન્દ્રભાઈ પટેલ હાલ જયારે ચાંદોદ ખાતે ગંગા દશહરા મહોત્સવમાં હાજર રહ્યા હતાં અને મહાઆરતી કરી પૂજા અર્ચના કરી હતી.
ચાંદોદના પંડિતો દ્રારા લઘુ રૂદ્ર યજ્ઞ: તાજેતરમાં સીએમના પુત્ર અનુજ પટેલને બ્રેઇન સ્ટોક આવતાં તેઓની તબિયત બગડી હતી. તેઓ ઝડપથી સાજા થાય તે માટે ગંગાદશહરા પર્વના નવમાં દિવસે ચાંદોદના મલ્હારાવ ઘાટ પાસે આવેલ સાઈકૃપા હોલ ખાતે 51 થી વધુ પંડિત બ્રાહ્મણો દ્વારા લઘુ રૂદ્ર યજ્ઞ યોજવામાં આવ્યો હતો. પ્રભુ કૃપા અને આર્શીવાદથી અનુજ પટેલ ઝડપથી સાજા થઈ પરિવાર સાથે પોતાની રોજિંદી જીવનશૈલીમાં પાછા જોડાઈ જાય તે માટે વૈદિક મંત્રોચ્ચાર સાથે લઘુરૂદ્ર યજ્ઞ કરવામાં આવ્યો હતો.
પુત્ર હોસ્પિટલમાં છતાં સીએમ તરીકેની ફરજ બજાવવમાં અડગ: સીએમ ભુપેન્દ્રભાઈ પટેલના પુત્ર અનુજ પટેલ જેઓ હાલ હોસ્પિટલમાં દાખલ હોય છતાં પણ સીએમ પોતાના કાર્યો અને પોતાની સીએમ તરીકેની ફરજ બજાવવામાં અડીખમ રહ્યા છે. દેશ માટે પોતાના પરિવાર અને પોતાની પરવાર કર્યા વગર પોતાની ફરજ પર અડગ રહી પોતાના કાર્યો અવિરત કરી રહ્યા છે ત્યારે આપણે તેમના વતી પુત્રનાં તંદુરસ્ત સ્વાસ્થ્ય અને દીર્ઘ આયુષ્ય માટે પ્રભુ પ્રાર્થના કરવી જોઈએ.
51 પંડિતો દ્વારા લઘુરુદ્ર યજ્ઞ: રાજ્યના સીએમ ભુપેન્દ્રભાઈ પટેલના પુત્ર અનુજ પટેલ અને બ્રેઇન સ્ટોપ આવતા તેઓની તબિયત બગડી હતી અને હાલ તેઓ હોસ્પિટલ રહેશે જેથી તેઓની તબિયતમાં સુધારો આવે તે માટે આજે બપોરે મલ્હારાવ ઘાટ પાસે આવેલ સાઈકૃપા હોલ હોલવિદ્વાન બ્રહ્માણોની ઉપસ્થતિમાં લઘુરુદ્ર યજ્ઞ યોજાયો હતો અને સાથે સમૂહ પ્રાર્થનાનું આયોજન કરવામાં આવ્યું હતું.