ETV Bharat / state

પ્રતિષ્ઠાની પેટા ચૂંટણી : કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ વડોદરા પહોંચ્યા, કિરીટસિંહ જાડેજા માટે કરશે પ્રચાર - કરજણ

કરજણ બેઠક કોંગ્રેસના ઉમેદવારનો પ્રચાર કરવા પ્રભારી રાજીવ સાતવે વડોદરા ઈન્ટરનેશનલ એરપોર્ટ આવી પહોંચ્યા હતા. કરજણ વિધાનસભાની ચૂંટણીમાં પ્રચાર અર્થે વડોદરામાં આવેલા કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવે મુખ્યપ્રધાન વિજય રૂપાણી પર આકરા પ્રહારો કર્યા હતા.

રાજીવ સાતવ
રાજીવ સાતવ
author img

By

Published : Oct 28, 2020, 4:33 PM IST

  • કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ વડોદરા ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા
  • કરજણ બેઠકના કોંગ્રેસ ઉમેદવાર કિરીટસિંહ જાડેજા માટે પ્રચાર કરશે
  • તમામ બેઠકો કોંગ્રેસ જ જીતશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો

વડોદરા : કરજણ બેઠક સર કરવા ભાજપ અને કોંગ્રેસ એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. રાજકીય અગ્રણી સહિત પ્રધાનો કરજણ બેઠકના કોંગ્રેસ ઉમેદવાર કિરીટસિંહ જાડેજા માટે પ્રચાર અર્થે લોકસંપર્ક બેઠકો અને જાહેર સભાઓ ગજવી રહ્યા છે. ત્યારે બુધવારના રોજ કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ સહિત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા વડોદરા ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા.

Rajiv Satav
કોંગ્રેસના ઉમેદવારનો પ્રચાર કરવા પ્રભારી રાજીવ સાતવ વડોદરા આવ્યા

કોંગ્રેસના ઉમેદવાર કિરીટસિંહ જાડેજા માટે કરશે પ્રચાર

બુધવારે સાંજે કરજણના કોંગ્રેસના ઉમેદવાર કિરીટસિંહ જાડેજાના પ્રચાર અર્થે કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ સભા સંબોધશે. એરપોર્ટ ખાતે આવી પહોંચેલા રાજીવ સાતવે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, ભાજપે ધારાસભ્યોને ખરીદ્યા એટલે ચૂંટણી થઈ રહી છે. તમામ બેઠકો કોંગ્રેસ જ જીતશે.

મુખ્યપ્રધાને ખુરશી પર બની રહેવાનો અધિકાર નથી

આ સાથે કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવે જણાવ્યું હતું કે, મુખ્યપ્રધાને ખુરશી પર બની રહેવાનો અધિકાર નથી, તેમજ મુખ્યપ્રધાનના 'ચૂંટણી બાદ કોંગ્રેસ તુટી જશે'ના નિવેદનને વખોડ્યું હતું. આ સાથે ચૂંટણી બાદ મુખ્યપ્રધાન વિજય રૂપાણી ગવર્નર બનશે કે, પ્રભારી તે મુખ્ય સવાલ છે. પ્રભારીના આ નિવેદનને કારણે રાજકીય ગરમાવો સર્જાયો હતો.

કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ વડોદરા પહોંચ્યા

પ્રતિષ્ઠાની પેટા ચૂંટણી: મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કરજણમાં જાહેર સભા સંબોધી

વિધાનસભાની પેટા ચૂંટણીમાં કરજણ બેઠકમાં રસાકસીનો જંગ જામ્યો છે. બન્ને પક્ષના દિગજ્જ નેતાઓ ઉમેદવારોના પ્રચારાર્થે સભાઓ ગજવી રહ્યા છે. ત્યારે મંગળવારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કરજણમાં ભાજપના ઉમેદવાર અક્ષય પટેલ માટે પ્રચાર અર્થે જાહેર સભા સંબોધી હતી.

વિકાસ 23 ટકા ઉંડા ખાડામાં ઉંધામાથે લટકી રહ્યો છે : પરેશ ધાનાણી

વડોદરાની કરજણ બેઠક સર કરવા ભાજપ અને કોંગ્રેસ એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. રાજકીય અગ્રણી સહિત પ્રધાનો કરજણ બેઠકના કોંગ્રેસ ઉમેદવાર કિરીટસિંહ જાડેજાના પ્રચાર માટે લોકસંપર્ક બેઠકો અને જાહેર સભાઓ ગજવી રહ્યા છે. ત્યારે સોમવારે વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ શીનોર તાલુકાનાં સેગવા ગામે જાહેર સભા સંબોધી હતી.

પાટીલ કોન્સ્ટેબલ હતા ત્યારે દારૂની ગાડીનું પાયલોટિંગ કરવા બદલ સસ્પેન્ડ થયા હતાઃ અર્જુન મોઢવાડીયા

વડોદરા : વિધાનસભાની પેટા ચૂંટણી આગામી 3 નવેમ્બરના રોજ યોજાશે. આ અંતર્ગત કરજણ બેઠક પર કોંગ્રેસ ભાજપ બન્ને પક્ષો પોતાના ઉમેદવારોને જીતાડવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. બન્ને પક્ષો દ્વારા કરજણ બેઠક પર જીત મેળવવા પ્રદેશ નેતાઓ સહિતના ધુરંધરોને ચૂંટણી પ્રચારના મેદાનમાં ઉતારી દેવામાં આવ્યા છે, ત્યારે કોંગ્રેસના દિગજ્જ નેતા અર્જુન મોઢવાડીયાએ સાધલી કોંગ્રેસ ચૂંટણી કાર્યાલય ખાતે વિજય સંકલ્પ સંમેલન યોજયું હતું. જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો, હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. અર્જુન મોઢવાડીયાએ ગુજરાતમાં ભાઈનું નથી ભાઉનું ચાલે છે, તેમ કહી ભાજપ સરકાર સામે આકરા પ્રહારો કર્યા હતા.

કરજણ પેટા ચૂંટણી: ગૃહ પ્રધાન પ્રદીપસિંહ, કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ કરજણમાં જાહેર સભા સંબોધી

ગુજરાતમાં 3જી નવેમ્બરે પેટા ચૂંટણી યોજાવાની છે. ત્યારે, બંને મોટા પક્ષ કોંગ્રેસ અને ભાજપે પોતાના ઉમેદવારોને વિજયી બનાવા એડી ચોટીનું જોર લગાવ્યું છે. શુક્રવારે ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજા અને કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની કરજણ ખાતે પહોંચ્યા હતા અને જાહેર સભા સંબોધી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.