ETV Bharat / state

Junior Clerk exam paper leaked: ચાય પે ચર્ચા કરી પેપર ફોડવાનો પ્લાન બનાવ્યો, દર વ્યક્તિએ લાખ રૂપિયા ભાવ વધતો

ચાની લારીએ પેપરનો સોદો થયો ને (Junior Clerk exam paper leaked) વચેટિયા કમાયા. ગુજરાતના યુવાનોના જીવન સાથે ખેલનાર આખરે મૂળ આરોપી કોણ? વચેટિયા વચ્ચે પેપર ફરતું ગયું એમ વચેટિયા પેપરના ભાવ સોદામાં એક લાખ રૂપિયો ઉમેરતા ગયા હતા.

Junior Clerk exam paper leaked: ચાય પે ચર્ચા કરીને ખેલાયો યુવાનોના જીવન સાથે ખેલ, જાણો કેવી રીતે ફૂટ્યું પેપર?
Etv BharatJunior Clerk exam paper leaked: ચાય પે ચર્ચા કરીને ખેલાયો યુવાનોના જીવન સાથે ખેલ, જાણો કેવી રીતે ફૂટ્યું પેપર?
author img

By

Published : Jan 31, 2023, 10:25 AM IST

વડોદરાઃ ગુજરાતમાં જૂનિયર ક્લાર્કની પરીક્ષાના મૂળીયા તેલંગણાના હૈદરાબાદ મહાનગર સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યું છે. જેમાં પેપરની કોપની પ્રદિપ નાયકને આપવામાં આવી હોવાનું જાણવા મળે છે. પ્રદિપે મુરારી પાસવાન અને નરેશ મોહંતીને આપવાનું નક્કી કર્યું હતું. મુરારીએ કમલેશ ભીખારીને અને કમલેશે મોહંમદ ફીરોઝને આપવાનું નક્કી કરેલું હતું. ફિરોઝે આ પેપર સર્વેશને અને સર્વેશે આ પેપર મિન્ટુને આપવાનું હતું. પણ જેટલા વચેટિયા વચ્ચે પેપર ફરતું ગયું એમ વચેટિયા પેપરના ભાવ સોદામાં એક લાખ રૂપિયો ઉમેરતા ગયા હતા.

Junior Clerk exam paper leaked: ચાય પે ચર્ચા કરીને ખેલાયો યુવાનોના જીવન સાથે ખેલ, જાણો કેવી રીતે ફૂટ્યું પેપર?
Junior Clerk exam paper leaked: ચાય પે ચર્ચા કરીને ખેલાયો યુવાનોના જીવન સાથે ખેલ, જાણો કેવી રીતે ફૂટ્યું પેપર?

રીમાન્ડ મેળવી લીધા: ગુજરાત એટીએસે વડોદરા કોર્ટમાં પેપરલીક કાંડના આરોપીઓને રજૂ કરીને રીમાન્ડ મેળવી લીધા છે. કોર્ટમાં રજૂ થયેલી વિગત પ્રમાણે પેપર લીક કૌભાંડના મૂળીયા હૈદરાબાદમાં રોપાયેલા છે. હૈદરાબાદના જ્યુબલી હિલ્સ રોડ પર રોડ નં.36 પર આવેલી કે.એલ.હાઈટેક પ્રિન્ટિગ પ્રેસ એજન્સી પાસે ચાની લારી પાસે પેપરનો સોદો થયો હતો. પ્રિન્ટિગ પ્રેસમાં કામ કરતો શ્રદ્ધાકર લુહા તથા પ્રદીપ નાયકની મુલાકાત થઈ હતી. 20 દિવસ પહેલા પ્રેસની બહાર ચાની લારી પર બન્ને વચ્ચે સોદો નક્કી થયો હતો.

આ પણ વાંચો Junior Clerk Exam Paper Leak: પેપરલીક કાંડના 15 આરોપીઓના 12 દિવસના રિમાન્ડ મંજૂર

ઈમારતના ત્રીજા માળે: મિન્ટુએ આ પેપર વડોદરાના ભાસ્કર ચૌધરીને પહોંચાડ્યું હતું. ચૌધરીએ આ પેપર કેતન બારોટ, રાજ બારોટ, અનિકેત ભટ્ટ તથા ઈમરાનને વેચી દેવાનું નક્કી કરી લીધુ હતું. કેતન બારોટે રાજ અને અનિકેત ભટ્ટે આ પેપર હાર્દિક અને પ્રણય શર્માને આપેલું હતું. નરેશ મોહંતી આ પેપર પોતાના ઓળખીતા લોકોને વેચવાનો હતો. મુકેશ તથા પ્રભાત કુમાર પણ એના ઓળખીતાને પેપર વેચવાના હતા. પ્લાન એ હતો કે પ્રિન્ટિગ પ્રેસની બહાર લેબર શ્રદ્ધાકાર પાસેથી પેપર લેનાર પ્રદિપ વડોદાર ખાતે અટલાદરા બિલ રોડ પર આવેલી પ્રમુખ બજાર ઈમારતના ત્રીજા માળે સ્ટેકવાઈઝ ટેકનોલોજીની ઓફિસમાં આવી ચૌધરીને આપવાનો હતો.

આ પણ વાંચો Paper leaked Case:ઘોડા છૂટ્યા બાદ તબેલાને તાળું, 13 પેપર ફૂટ્યા બાદ સરકાર હવે ગૃહમાં કાયદો લાવશે

વેચી મારવાનો ઈરાદો: પેપરની ઝેરોક્ષ કરાવીને પેપર વેચી મારવાનો ઈરાદો હતો. આ કેસમાં આંતરરાજ્ય ગેંગના 15 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. 15 આરોપીની કોર્ટમાં પેશવી થઈ ચૂકી છે અને રીમાન્ડ પણ મેળવી લેવાયા છે. આ કેસમાં હજુ ચાર આરોપી પકડાયા નથી. આ તમામ સિવાય પણ અન્ય કોઈ આરોપીની સંડોવણી હોઈ શકે છે. જે અંતે પોલીસ તપાસ ચાલું છે. આ કૌભાંડમાં સરકારી કર્મચારી કે અધિકારીની સંડોવણી હોવાની આશંકા છે.

પ્રિન્ટિગ પ્રેસમાં પેપર: હવે પ્રશ્ન એ સામે આવે છે કે, હૈદરાબાદની કે.એલ.હાઈટેક પ્રિન્ટિગ પ્રેસમાં પેપર છાપવવાનું છે એની માહિતી કોણે આરોપીઓને આપી? આ મામલે તપાસ ચાલું છે. ગુજરાત સિવાય અન્ય ક્યા રાજ્યમાં પેપર કૌભાંડ કર્યું છે એ અંગે પોલીસ તપાસ કરી રહી છે. જોકે, પોલીસ એ પણ તપાસ કરી રહી છે આ કેસ સંબંધી બીજા કેટલા વ્યવહારો થયેલા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.