વડોદરાઃ શહેરના સયાજીગંજમાં આવેલા ઝવેરી સિક્યુરીટી અને અલકાપુરી વિસ્તારમાં અવની પેટ્રોકેમિકલ કંપનીમાં આવકવેરા વિભાગે દરોડા પાડ્યા હતા.
આ દરોડામાં મોટાપાયે બેનામી કાળુ નાણુ મળી આવે તેવી શક્યતા છે. પોલીસને સાથે રાખીને આવકવેરા વિભાગે દરોડા પાડ્યા હતા. વડોદરા ક્રાઇમ બ્રાંચ અને સાયબર ક્રાઇમની ટીમને સાથે રાખીને આવકવેરા વિભાગે ઝવેરી સિક્યુરિટીમાં દરોડા પાડ્યા છે. જેને પગલે મોટુ કૌભાંડ સામે આવે તેવી શક્યતાઓ છે.