ETV Bharat / state

વડોદરા જૈન સમાજ પણ લડતમાં જોડાયોઃ શેત્રુંજય પર્વત પર અતિક્રમણને લઈ વિરાધ - જૈનો અન્યાય સહન નહીં કરે

ગુજરાતના પાલિતાણામાં શેત્રુંજય પર્વતને પર્યટક સ્થળ જાહેર (protest on Shetrunjaya mountain encroachment) કરવામાં આવ્યું છે. જેને લઈને વડોદરામાં તેના જૈન સમાજ દ્વારા અહિંસક વિરોધ (Jain community protest in vadodara) કરવામાં આવ્યો હતો. રેલીમાં મોટી સંખ્યામાં જૈન સમુદાયનાં નાગરિકો જોડાયા હતા અને સરકારના નિર્ણયનો વિરોધ કર્યો હતો. જો સરકાર આંદોલનોથી પણ નિર્ણય પરત નહિ લે તો આમરણાંત ઉપવાસની ચીમકી ઉચ્ચારી હતી.

પાલિતાણામાં શેત્રુંજય પર્વતને પર્યટક સ્થળ જાહેર કરતાં વિરોધ

author img

By

Published : Jan 2, 2023, 4:29 PM IST

પાલિતાણામાં શેત્રુંજય પર્વતને પર્યટક સ્થળ જાહેર કરતાં વિરોધ

વડોદરા: પાલિતાણા ખાતે શેત્રુંજય મહાતીર્થની રક્ષા (protest on Shetrunjaya mountain encroachment) માટે દેશભરમાં જૈન સમાજ મહારેલીઓનું આયોજન કરી રહ્યાં છે. આજે વડોદરામાં માંડવી વિસ્તારથી કલેક્ટર કચેરી સુધી જૈન સમુદાયની વિશાળ રેલી નીકળી હતી. જેમાં જૈન સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન (Jain community protest in vadodara) કરવામાં આવ્યું હતું. આ વિરોધ રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને સરકારના નિર્ણયનો વિરોધ કર્યો હતો.

શેત્રુંજય પર્વત પર અતિક્રમણનો વિરોધ: ઝારખંડ સરકારે જૈન સમાજના સમ્મેદ શિખર તરીકે ઓળખાતા મહાતીર્થ પારસનાથ પહાડને પ્રવાસન સ્થળ જાહેર કર્યું છે. સાથે જ ગુજરાતમાં પાલિતાણામાં શેત્રુંજય પર્વત પર અતિક્રમણનો પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે. જેને લઇને દેશભરમાં જૈન સમાજ આ નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે.

નિર્ણય પરત ખેંચવા માંગ: રેલીમાં મોટી સંખ્યામાં જૈન સમુદાયનાં નાગરિકો જોડાયા હતા. આ તમામ લોકોની એક જ માંગ હતી કે, ગુજરાત અને ઝારખંડ સરકાર આ નિર્ણય પરત ખેંચી લે. જો આ નિર્ણય પાછો નહીં ખેચવામાં આવે તો ઉપવાસ આંદોલત કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે. શહેરમાં આ વિશાળ રેલીમાં જૈન સમાજનાં સાધુ ભગવંતો પણ જોડાયા હતા. શેત્રુંજય મહાતીર્થને અસામાજીક તત્ત્વોના દૂષણથી મુક્ત કરવાની માંગ સાથે યોજાયેલી આ રેલીમાં મોટી સંખ્યામાં લોકો વિવિધ બેનરો તેમજ 'જય આદિનાથ, જય ગિરિરાજ'ના સૂત્રોચ્ચાર સાથે જોડાયા હતા

આ પણ વાંચો: જૂનાગઢમાં અશાંત ધારો લાગુ કરવા જૈન અગ્રણીઓની માગ

જૈનો અન્યાય સહન નહીં કરે: જૈન અગ્રણી દિનેશ વૈદ્યે જણાવ્યું હતું કે 'જૈનો અહિંસક છે પરંતુ અન્યાય તો સહન નહીં કરે. જૈનોનું જે હજારો વર્ષોથી તીર્થ છે તે અત્યારે અને ભવિષ્યમાં પણ જૈનોનું જ રહેશે. જેને જેને ભક્તિ કરવી હોય તો સાથે આવે પરંતુ જૈનોને ખસેડીને કે આક્રમણ કરીને પોતાની માલિકી સ્થાપવાનું વિચારતા હોય તેના વિરોધમાં આ આંદોલન છે.

આ પણ વાંચો: મહાતીર્થને બચાવવા મહારેલી, કહ્યું ગિરિરાજ પર દાદા ચાલશે દાદાગીરી નહીં

આમરણાંત ઉપવાસની ચીમકી: જૈન અગ્રણી પ્રકાશ ભાવસારનાં જણાવ્યા પ્રમાણે, 'સમ્મેદ શિખર વર્ષોથી જૈનોનું ગણાતું આવ્યું છે. ત્યારે હવે તેને પ્રવાસન સ્થળ જાહેર કરી દેતા હવે ત્યાં પાંચ સ્ટાર, થ્રી સ્ટાર હોટલો પણ બનશે,જેમાં માસ મદીરાનું વેચાણ થશે. આ ઉપરાંત ઘણાં દુષણો થઇ શકે છે. અમારા તીર્થની ભવ્યતા જોખમાઇ શકે છે. જો આવા આંદોલનોથી પણ આ નહીં પતે તો વિશેષ આંદોલનો થશે, આમરણાંત ઉપવાસ થશે મોટા ધરણા થશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.