ETV Bharat / state

Vadodara Crime News : સોશિયલ મિડીયામાં મિત્રો બનાવતા પહેલા સાવધાન, મિત્રતાની આડમાં કરાયું શોષણ

વડોદરામાં પરિણીતા સાથે યુવકે મિત્રતા બાંધી અંગત પળોના ફોટા વાયરલ કરવાની ધમકીને લઈને ફરિયાદ સામે આવી છે. પરિણીતાએ ધમકીને લઈને યુવકના માતાને જાણ કરી તો માતાએ યુવકની તરફણે લીધી હતી. જેને લઈને સમગ્ર મામલે પરિણીતા પોલીસ ફરિયાદ નોંધાવી હતી. (married woman and threatened)

Vadodara : સોશિયલ મિડીયામાં મિત્રો બનાવતા પહેલા સાવધાન, મિત્રતાની આડમાં શોષણ

author img

By

Published : Jan 21, 2023, 5:23 PM IST

વડોદરા : શહેરના તરસાલી વિસ્તારમાં રહેતી પરિણીતાને ઇન્સ્ટ્રાગ્રામ પર એક યુવાન સાથે મિત્રતા થઇ હતી. મિત્રતા થયા બાદ તેઓ એકબીજાને મેસેજ કરતા હતા. મેસેજથી આગળ વધી બંને અવારનવાર મળતા હતા. એક દિવસ બંને હાઇવે પર હોટલ ખાતે મળ્યા હતા. તે સમયે યુવાને પરિણીતા સાથેના અંગત પળોના ફોટા પાડી લીધા હતા. આ દરમિયાન પરિણીતાએ સંબંધ પર પૂર્ણવિરામ મૂકવાની વાત કરતા યુવાને પરિણીતાને તેના પતિને ફોટો બતાવી દેવાની ધમકી આપી સબંધ બાંધવા મજબૂર કરતો હતો. આ અંગે પરિણીતાએ યુવાનની માતાને ફરિયાદ કરતા તેઓએ પુત્રને સમજાવવાના બદલે પુત્ર સાથે સંબંધ રાખવા માટે દબાણ કર્યું હતું. પરિણીતા પાસે કોઇ રસ્તો ન રહેતા આખરે મકરપુરા પોલીસ મથકમાં યુવાન અને તેની માતા સામે ફરિયાદ નોંધાવી હતી.

ઇન્સ્ટ્રાગ્રામ પર મિત્રતા થઈ : મકરપુરા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર તરસાલી વિસ્તારમાં પરિવાર સાથે રહેતા પરિણીતાના છ વર્ષ પહેલાં લગ્ન થયા હતા. લગ્ન જીવન દરમિયાન તેઓને એક પુત્ર છે. સપ્ટેમ્બર 2022માં તેઓના ઇન્સ્ટ્રાગ્રામ પર કરણ નિકમે ફ્રેન્ડ રીકવેસ્ટ મોકલી હતી. જે તેઓએ એક્સેપ્ટ કરી હતી. ઇન્સ્ટ્રાગ્રામ પર મિત્રતા થયા બાદ કરણ મોબાઇલ નંબર માંગતા તેઓએ આપ્યો હતો. તે બાદ બંને વચ્ચે મેસેજની આપ-લે શરૂ થઇ હતી. સાથે વાતચિત પણ શરૂ થઇ હતી.

યુવાને હોટલમાં અંગત પળોના ફોટા પાડ્યા પરિણીતા અને કરણ વચ્ચે મોબાઇલ ફોન પર મેસેજ અને વાતચિત શરૂ થતાં મિત્રતા વધુ ઘાઢ બની હતી. સપ્ટેમ્બર 022થી ડિસેમ્બર 022 દરમિયાન પરિણીતા કરણને મળવા માટે લાલબાગ ગાર્ડન તેમજ બરોડા ડેરી પાસે મળવા માટે જતી હતી. એક દિવસ બંને તરસાલી હાઈવે પરની એક હોટલ ખાતે મળ્યા હતા. તે સમયે કરણે પરિણીતા સાથેના અંગત પળોના ફોટા પાડી લીધા હતા. જે વાતથી પરિણીતા અજાણ હતી. આ દરમિયાન પરિણીતાને અહેસાસ થયો કે, કરણ મિત્રતાની આડમાં શારીરીક, માનસિક અને આર્થિક શોષણ કરવા માંગે છે.

કરણે પરિણીતાને આપી ધમકી : આથી પરિણીતાએ કરણ સાથે સંબંધ કાપી નાખવાનો વિચાર કર્યો હતો. કરણને હવે પછી સંબંધ પર પૂર્ણવિરામ મૂકવા માટે જણાવ્યું હતું. પરિણીતાએ સબંધ કાપી નાખવાની વાત કરતા જ કરણ તેના અસલી રૂપમાં આવી ગયો હતો અને પરિણીતાને ધમકી આપતા જણાવ્યું કે, જો તુ મારી સાથ સંબંધ નહીં રાખે તો હું આપણા અંગત પળોના ફોટા અને આપણે મોબાઇલ વોટ્સએપ પર મેસેજ દ્વારા થયેલી વાતચીત તારા પતિને મોકલી આપીશ અને સમાજમાં બદનામ કરી દઈશ.

આ પણ વાંચો : Vadodara Crime : પતિ અને સાસરિયાંના ત્રાસના બે બનાવ, દહેજની માંગણી તો બીજામાં સંતાન ન થતાં તરછોડાઇ પરિણીતા

અંગત પળોના ફોટો મેસેજ વાયરલ કરવાની ધમકી કરણે પરિણીતાને ધમકી આપતા ગભરાઇ ગયેલી પરિણીતાએ સમગ્ર ઘટનાની જાણ પતિને કરી હતી. તે સમયે પરિણીતા અને તેના પતિ વચ્ચે ઝઘડો પણ થયો હતો. આ દરમિયાન પરિણીતાએ કરણ દ્વારા થતી હેરાનગતિની વાત કરણની માતાને કરી હતી. પોતાના પુત્રને સમજાવવાને બદલે પરિણીતા સાથે ઉદ્ધતાઈભર્યુ વર્તન કરી અપશબ્દો બોલી જણાવ્યું કે, "મારા પુત્ર કરણ તારે સબંધ રાખવા પડશે, નહિં તો મારો પુત્ર તને સમાજમાં બદનામ કરી દેશે" ઇન્સ્ટ્રાગ્રામ દ્વારા થયેલી મિત્રતામાં ફસાઈ ગયેલી પરિણીતાને કરણની માતાને વાત કરવા પછી પણ પરિણામ ન મળતા તેઓએ આ અંગેની વાત પુનઃ પોતાના પતિ રમણને કરી હતી. તે બાદ પરિણીતાએ કરણને પણ સમજાવવા માટે પ્રયાસો કર્યા હતા. પરંતુ, કરણ એકનો બે થયો ન હતો અને સતત પરિણીતાનો પીછો કરતો હતો. તેમજ પરિણીતાને રસ્તામાં રોકી ધમકી આપતો હતો કે "જો તું મારી સાથે સંબંધ નહીં રાખે તો આપણા અંગત પળોના ફોટા અને મેસેજ વાયરલ કરી દઇશ."

આ પણ વાંચો : Vadodara : તમારી ઘરે દીકરી છે ? તો આવુ ન કરો કે દીકરી સાસરીયા સામે ફરીયાદ કરવા મજબુર બને

ત્રસ્ત પરિણીતાએ ફરિયાદ નોંધાવી સપ્ટેમબર 2022થી ડિસેમ્બર 2022 દરમિયાન કરણ અવધૂત નિકમના (રહે. 765, વિશાલનગર, તરસાલી) શારીરિક, માનસિક ત્રાસથી ત્રસ્ત થઇ ગયેલી પરિણીતાએ આખરે મકરપુરા પોલીસ મથકના દ્વાર ખખડાવ્યા હતા અને કરણ નિકમ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે કરણ નિકમ અને તેની માતા સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.