ETV Bharat / state

સાવલીમાં ખેડૂતે ગૌ આધારીત ખેતીમાં કેળા અને દેશી ટામેટાંમાંથી પાવડર બનાવવાનો નવો પ્રયોગ કર્યો - Gaubhakt farmer Dharmesh Patel

સાવલી તાલુકાના વાંકાનેરના ખેડૂત ધર્મેશ પટેલે ગાય આધારિત ખેતીના સફળ સાહસ પછી એમની શુદ્ધ અને સાત્વિક ખેત પેદાશોના મૂલ્ય વર્ધનની દિશામાં આગળ વધી રહ્યા છે. તાજેતરમાં ગૌ કૃષિના કેળા અને દેશી ટામેટાંમાંથી પાવડર બનાવવાનો નવો પ્રયોગ કર્યો છે.

ધર્મેશ પટેલ
ધર્મેશ પટેલ
author img

By

Published : Feb 21, 2021, 3:53 PM IST

  • ઓર્ગેનિક ખેતી તરફ ધર્મેશભાઇએ પહેલ કરી
  • 10 કિલો કાચા કેળાની છાલમાંથી દોઢ કિલો પાવડર બનાવ્યો
  • 5 કિલો દેશી ટામેટાંમાંથી અઢીસો ગ્રામ પાવડર બનાવ્યો

વડોદરા : જીવનના દરેક ક્ષેત્રમાં સાહસની સાથે પ્રયોગશીલતા વધુ સફળતા આપે છે. ખેતીનું ક્ષેત્ર પણ એમાંથી બાકાત નથી. ખેતીમાં સતત નવા પ્રયોગો કરનાર ખેડૂતો ખેતીને વધુ વળતરયુક્ત બનાવવામાં પ્રેરક બને છે. સાવલી તાલુકાના વાંકાનેર ગામના ખેડૂત ધર્મેશભાઈએ એક પ્રયોગ તરીકે 10 કિલો કાચા કેળાની છાલ કાઢીને ચિપ્સ બનાવી તેને મધ્યમ તાપમાં સૂકવીને લગભગ દોઢ કિલો પાવડર બનાવ્યો છે. તે જ રીતે 5 કિલો દેશી ટામેટાંમાંથી ઉપરની પ્રક્રિયા પછી લગભગ અઢીસો ગ્રામ પાવડર બન્યો છે.

કેળા અને દેશી ટામેટાંમાંથી પાવડર
કેળા અને દેશી ટામેટાંમાંથી પાવડર

કાચા કેળાનો પાવડર કેલશ્યિમથી સમૃદ્ધ હોય

કાચા કેળાનો પાવડર કેલશ્યિમથી સમૃદ્ધ હોઇ અન્ય લોટ સાથે ભેળવી તેનો રોટલી, ભાખરી બનાવવામાં ઉપયોગ થઈ શકે. તેનો શીરો અને ફરાળી વાનગીઓ બની શકે. તેજ રીતે ટામેટાનો ખટમીઠો પાવડર રસોઈને ચટાકેદાર બનાવી શકે અને મોટો ફાયદો એ કે તેમાં કોઈ હાનિકારક રાસાયણિક તત્વો પણ ના હોય. તે આ જ રીતે કેળાની વેફર, ટામેટાંનો સોસ બનાવવાનું વિચારી રહ્યાં છે.

કેળાની વેફર
કેળાની વેફર

પ્રોડક્ટ બનાવી વેચાણ કરવાથી પોષણક્ષમ આવક થઈ શકે
કેળાં કે ટામેટાં જેવી ખેત પેદાશો જ્યારે મબલખ પાકે છે. ત્યારે ભાવ ગગડી જેવા માંગ અને પુરવઠાનો નિયમ છે. આવા સમયે પાણીના મુલે પાક વેચી દેવો એના કરતા આવી પ્રોડક્ટ બનાવી વેચાણ કરવાથી પોષણક્ષમ આવક થઈ શકે એવું એમનું કહેવું છે. હાલમાં તેમણે કેળા અને ટામેટાંનો પાવડર ફેમિલી ફાર્મરના સદસ્ય ગ્રાહકોને ટેસ્ટીંગ માટે આપ્યો છે. ફેમિલી ફાર્મર એ એક એવું અનૌપચારિક ગ્રુપ છે.જે શુદ્ધ સાત્વિક ખેતી કરનારા ધર્મેશભાઈ જેવા ખેડૂતોની ઓર્ગેનિક ખેત પેદાશો અને ગાયનું દૂધ ખરીદે છે.

ટામેટાંમાંથી  પાવડર બનાવ્યો
ટામેટાંમાંથી પાવડર બનાવ્યો

ફેમિલી ડૉક્ટર હોય તેમ ધર્મેશભાઈ ફેમિલી ખેડૂત

વડોદરામાં વસતા 40 જેટલાં કુટુંબો ધર્મેશભાઈ સાથે જોડાયેલા છે. ફેમિલી ડૉક્ટર હોય તેમ ધર્મેશભાઈ એમના ફેમિલી ખેડૂત છે. આ ખેડૂત જય ગૌમાતાના સૂત્રને વરેલા છે. સુભાષ પાલેકરની ગૌ આધારિત ખેતીના પ્રયોગો તેમને કોઠે પડી ગયાં છે.ઉનાળામાં તેઓ કારેલાની વાડી સાથે ભાજીની ખેતી કરવાનું આયોજન કરી રહ્યાં છે. મિશ્ર પાક પદ્ધતિ હેઠળ તેમણે ઓર્ગેનિક લાલ કોબી, બ્રોકોલીનો પાક લીધો છે. ગૌ ખેતીથી પકવેલા બટાકા અને ચણાનો પાક તેમના ખેતરમાં લગભગ તૈયાર છે. કેળાનો પાવડર મળે છે.

ઓર્ગેનિક ખેતી
ઓર્ગેનિક ખેતી

પકવેલા કેળાનો પાવડર બનાવવાનો પ્રયોગ કરવામાં પહેલા

ગાય આધારિત ઓર્ગેનિક ખેતીથી પકવેલા કેળાનો પાવડર બનાવવાનો પ્રયોગ કરવામાં તેઓ પહેલા છે. ગાય આપણી પ્રાચીન સંસ્કૃતિ અને સાત્વિક જીવન પદ્ધતિનો આધાર છે. નિરામય તંદુરસ્તી માટે ગાય આધારિત ખેતીએ સમયની માંગ છે. તેને પુષ્ટ કરવા પ્રયોગશીલતા અને ઉત્પાદન વૈવિધ્ય જરૂરી છે. ધર્મેશભાઈએ એની દિશા ચીંધી છે.

ધર્મેશ પટેલે કેળા અને દેશી ટામેટાંમાંથી પાવડર બનાવવાનો નવો પ્રયોગ કર્યો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.